વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જણાવ્યું હતું કે ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે અને તેમની સરકારના ત્રીજા કાર્યકાળમાં દેશ વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનશે.

નવી દિલ્હીમાં ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પોને સંબોધિત કરતાં વડાપ્રધાને ટ્રક અને ટેક્સી ડ્રાઇવરો માટે નેશનલ હાઇવે પર 1,000 આધુનિક આરામગૃહોનું નિર્માણ કરવાની પણ જાહેરાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે અમારી સરકારના ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનશે તે નિશ્ચિત છે. 2014 પહેલાના 10 વર્ષમાં દેશમાં આશરે 12 કરોડ વાહનોનું વેચાણ થયું હતું. જોકે 2014 પછીથી અત્યાર સુધીમાં દેશમાં 21 કરોડથી વધુ વાહનોનું વેચાણ થયું છે. 10 વર્ષ પહેલા લગભગ 2,000 ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ થતું હતું. હવે 12 લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થઈ રહ્યું છે. છેલ્લા 10 વર્ષમાં, પેસેન્જર વાહનોના વેચાણમાં આશરે 60 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. મોદીએ જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં 75 નવા એરપોર્ટ બનાવવામાં આવ્યા છે. આશરે લાખ ગ્રામીણ રસ્તાઓ બનાવવામાં આવ્યા છે.

મોદી ઓડિશા, આસામમાં 79,000 કરોડના વિકાસ પ્રોજેક્ટ લોન્ચ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાત દરમિયાન શનિવારે ઓડિશામાં રૂ.68,000 કરોડ અને રવિવારે આસામમાં રૂ.11,000 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ લોન્ચ કરશે. ઓડિશાના સંબલપુરમાં પીએમ ઊર્જા ક્ષેત્રના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલારોપણ કરશે. તેમાં જગદીશપુર-હલ્દિયા અને બોકારો-ધામરા પ્રોજેક્ટનો ધામરા-અંગુલ પાઈપલાઈન સેક્શન (412 કિમી) પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

10 − six =