(Photo by: REUTERS/Peter Cziborra)

સુપરમાર્કેટ જાયન્ટ મોરિસને ગુરૂવારે તા. 9ના રોજ ચેતવણી આપી એવો દાવો કર્યો હતો કે સપ્લાય ચેઇનની કટોકટીના કારણે રિટેલ ઇન્ડસ્ટ્રીમાં ચીજવસ્તુઓના ભાવમાં વધારો થશે અને ચીજવસ્તુઓ ઉપલબ્ધ થવાની સમસ્યાઓ ઉભી થશે. ભાવ વધારો આ વર્ષના બાકીના સમયગાળા માટે પણ ચાલુ રહી શકે છે. કાચા માલના ઉંચા ભાવ અને ટ્રાન્સપોર્ટ ચાર્જને કારણે “થોડો ફુગાવો” થયો છે.

યુકે સુપરમાર્કેટ ચેઇન મોરિસન ફોર્ટ્રેસ ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપ અને ક્લેટોન, ડુબિલિયર અને રાઇસ (સીડીઆર) તરફથી સ્પર્ધાત્મક ટેકઓવરની ઓફર ઘરાવે છે. તાજેતરના કોમોડિટીના ભાવમાં સતત વધારો અને ટ્રાન્સપોર્ટ ખર્ચમાં વધારો અને એચજીવી ડ્રાઇવરોની હાલની અછતને ભાવ વધારા માટેના પરિબળો તરીકે ટાંકવામાં આવ્યા છે. શ્રમની અછત, કુશળતાની અછત, પિંગડેમિક અને કોવિડના સંયોજનને કારણે સપ્લાય ચેઇનમાં દરેક જગ્યાએ માલની અછત છે. હાલમાં કંપની પાણી, કાર્બોનેટ, જ્યૂસ, ક્રિસ્પ્સ, પેટ ફૂડ અને વાઇનની અછત છે.