(ANI Photo)
અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં ટી-20 વર્લ્ડ કપ 2024ની શરુઆત થઈ ગઈ છે. આ આ વખતે ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે. ટી-20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર 16થી વધુ ટીમો મેદાનમાં ઉતરશે.
આ વખતે ત્રણ નવી ટીમો આ વર્લ્ડ કપમાં સામેલ થઈ રહી છે, જેમાં અમેરિકા, કેનેડા અને યુગાંડાનો સમાવેશ થાય છે.
યુગાન્ડા આ વર્ષે પ્રથમ વખત ટી-20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયું છે. તે ગ્રુપ ‘સી’ માં ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, પાપુઆ ન્યૂ ગિની અને વેસ્ટ ઈન્ડિઝની સાથે છે.
આ વખતે અમેરિકા યજમાન તરીકે ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય થયું છે. અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે દેશને યજમાન બનાવાયો છે. ભારતની ટીમ તેની દરેક લીગ મેચ અમેરિકામાં જ રમશે. અમેરિકાનો ગ્રુપ ‘એ’માં સમાવેશ કરાયો છે.
કેનેડાની ટીમ પણ પહેલીવાર ટી-20 વર્લ્ડ કપમાં રમી રહી છે. જો કે, કેનેડા અગાઉ ચાર વખત વન-ડે વર્લ્ડ કપમાં રમી ચૂક્યું છે. કેનેડા ગ્રુપ ‘A’માં ભારત, પાકિસ્તાન, અમેરિકા અને આયર્લેન્ડ સાથે છે.
 

LEAVE A REPLY