પેન્સિલવેનિયામાં પિટ્ટસબર્ગના ભૂતપૂર્વ રહેવાસી અને યુનિવર્સિટી ઓફ પિટ્ટસબર્ગના 29 વર્ષીય ખાલેદ મિયાને 72 મહિનાની જેલ સજા અને ત્રણ વર્ષની નિરીક્ષણ હેઠળ મુક્ત રહેવાની સજા ફટકારવામાં આવી છે. ખાલેદ ગત વર્ષે ડિસેમ્બરમાં ધમકી આપવા અને FBIની તપાસમાં અવરોધ ઊભા કરવા ફેડરલ જ્યૂરી દ્વારા દોષિત ઠર્યો હતો.
ફેડરલ જ્યૂરીને જણાયું હતું કે, ડિસેમ્બર 2020માં ખાલેદે પોતાની તપાસ કરનારા એફબીઆઇના એજન્ટ્સને વ્યક્તિગત રીતે સમગ્ર એફબીઆઇને ટ્વિટર પર રીતે ધમકી આપી હતી. તેણે એફબીઆઇ પિટ્ટસબર્ગના સ્પેશિયલ એજન્ટ્સ અને એફબીઆઇને ધમકી આપવા, ડરાવવા અને પરેશાન કરવા માટે આ ટ્વિટરના એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. આ કેસની તપાસ એફબીઆઇની જોઇન્ટ ટેરરીઝમ ટાસ્ક ફોર્સ, યુનિવર્સિટી ઓફ પિટ્ટસબર્ગ પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

thirteen − 1 =