પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારત સરકાર સંચાલિત ગવર્મેન્ટ ઇ માર્કેટપ્લેસ (GeM)ને સીઆઇપીએસ (CIPS) એક્સેલેન્સ ઇન પ્રોક્યોરમેન્ટ એવોર્ડ્ઝ 2021 (CIPS)માં ‘ડિજિટલ ટેકનોલોજીના શ્રેષ્ઠ ઉપયોગ’ કેટેગરીમાં વિજેતા જાહેર કરવામાં આવી છે.

જીઇપી, જગુઆર લેન્ડ રોવર, રોયલ ડચ શેલ, વેનડિજિટલ અને શેલ સહિતની જાહેર તેમ જ ખાનગી ક્ષેત્રની વૈશ્વિક રીતે મોટી તથા સર્વશ્રેષ્ઠ નામવાળી પ્રોક્યોરમેન્ટ કંપનીઓ સાથે હરિફાઇ કરીને GeM આ કેટેગરીમાં વિજેતા બની છે. GeMની પસંદગી બે અન્ય કેટેગરી- ‘પબ્લિક પ્રોક્યોરમેન્ટ પ્રોજેક્ટ ઓફ ધ યર’ અને ‘બેસ્ટ ઇનિશિયેટિવ ટુ બિલ્ડ અ ડાઇવર્સ સપ્લાય બેઝ’માં પણ અંતિમ નામ તરીકે કરવામાં આવી હતી. લંડનમાં 22 સપ્ટેમ્બરે જે ડબલ્યુ મેરિઅટ ગ્રોવેનર હાઉસ ખાતે આયોજિત એક સમારંભમાં ઇન્ડિયન હાઇ કમિશનના ફર્સ્ટ સેક્રેટરી (ઇકોનોમિક) રોહિત વઢવાણાએ GeM વતી આ એવોર્ડ સ્વીકાર્યો હતો.

આ CIPS એવોર્ડ્ઝ વૈશ્વિક સ્તરે પ્રોક્યોરમેન્ટ સંબંધિત સૌથી મહત્વના સન્માન તરીકે જાણીતા છે, તેનું આયોજન લંડનમાં ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્રોક્યોરમેન્ટ એન્ડ સપ્લાય (CIPS) દ્વારા કરવામાં આવે છે.
CIPS 150 દેશોમાં એક સમુદાય સાથે પ્રોક્યોરમેન્ટ અને સપ્લાય વ્યવસ્થામાં સારો કાર્યોને ઉત્તેજન આપવા માટે સમર્પિત વૈશ્વિક બિન નફાકારક સંસ્થા અને પ્રોફેશનલ સંગઠન છે.