Gautam Adani's suggestive interview with Sharad Pawar
(ANI Photo)

અદાણી-હિંડનબર્ગ મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની તપાસની વિપક્ષની માગણી વચ્ચે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ગુરુવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. મહારાષ્ટ્રમાં એનસીપીના ધારાસભ્યો અજિત પવારની આગેવાની હેઠળ ભાજપમાં જોડાશે તેવી અટકળો થઈ રહી છે ત્યારે આ મુલાકાતનું વિશેષ મહત્ત્વ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે આજે સવારે દક્ષિણ મુંબઈમાં પવારના નિવાસસ્થાન સિલ્વર ઓક ખાતે યોજાયેલી આ બેઠક લગભગ બે કલાક સુધી ચાલી હતી. આ મહિનાની શરૂઆતમાં શરદ પવાર અદાણી જૂથના સમર્થનમાં બહાર આવ્યા હતા અને તેમણે અમેરિકાના શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચના અદાણી ગ્રૂપ અંગેના રીપોર્ટ પછી અદાણી ગ્રૂપ અંગે ઊભા કરવામાં આવેલા માહોલ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.

સાથીપક્ષ  કોંગ્રેસથી અલગ વલણ અપનાવીને શરદ પવારે કહ્યું હતું કે તેઓ અદાણી ગ્રૂપ સામેના આક્ષેપોની તપાસ માટે સુપ્રીમ કોર્ટની સમિતિની તરફેણ કરે છેકારણ કે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી પાસે સંસદમાં સંખ્યાબળને આધારે જેપીસીમાં પણ બહુમતી સભ્યો મળશે. તેનાથી આવી તપાસ અંગે આશંકા ઊભી થશે.

એનસીપી સુપ્રીમોએ પછીથી કહ્યું હતું કે તેમનો પક્ષ અદાણી ગ્રૂપ સામેના આરોપોની JPC તપાસ માટે ભાજપ વિરોધી પક્ષોની માંગ સાથે સંમત નથીપરંતુ વિપક્ષી એકતા ખાતર તેમના વલણની વિરુદ્ધ જશે નહીં. સુપ્રિમ કોર્ટે ગયા મહિને હિંડનબર્ગ રિસર્ચના છેતરપિંડીના આરોપોને કારણે તાજેતરમાં અદાણી જૂથના શેરોમાં ભારે ધોવાણ સહિત શેરબજારો માટેના વિવિધ નિયમનકારી પાસાઓની તપાસ કરવા સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં છ સભ્યોની સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો હતો.

હિન્ડેનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ સાથ શેરના ભાવમાં ચેડાં અને શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન સહિતના સનસનીખેજ આક્ષેપો કર્યા હતા. અદાણી ગ્રૂપે આ આક્ષેપોને જુઠ્ઠાણી ગણીને ફગાવી દીધા હતા.

LEAVE A REPLY

9 − five =