(Photo by MOHAMED ZAANOUN/Middle East Images/AFP via Getty Images)

ઇઝરાયેલ-ગાઝા સંઘર્ષ ચરમ સીમાએ છે ત્યારે ઋષિ સુનકે તા.16ના રોજ  ઓક્યુપાઇડ પેલેસ્ટિનિયન ટેરિટરીઝ (OPTs) ના નાગરિકો માટે £10 મિલિયનના માનવતાવાદી સહાય ભંડોળની જાહેરાત કરી હતી. તેમણે પુષ્ટિ કરી છે કે 6 બ્રિટિશ નાગરિકોએ તેમના જીવ ગુમાવ્યા છે, અને 10 અન્ય લોકો હજુ પણ આ પ્રદેશમાં ગુમ છે.

કોમન્સમાં સંસદ સભ્યોને સંબોધતા કહ્યું હતું કે ‘’માનવતાવાદી સંગઠનોને જીવન બચાવતી સહાય પહોંચાડવાની મંજૂરી આપવામાં આવી છે. ઇઝરાયેલ પર હમાસનો હુમલો એક “પોગ્રોમ” હતું. યુકે માનવતાવાદી પુરવઠો શક્ય તેટલી ઝડપથી અને અસરકારક રીતે વિતરિત કરી શકાય તે માટે પ્રદેશની સહાય એજન્સીઓ સાથે સંપર્ક કરી રહ્યું છે. એક તીવ્ર માનવતાવાદી કટોકટી ઉભી થઈ છે અને હમાસનો શિકાર બનેલા પેલેસ્ટિનિયન લોકોને આપણે સમર્થન આપવું જોઈએ. છે.”

યુકેના ફોરેન સેક્રેટરી જેમ્સ ક્લેવર્લીએ જણાવ્યું હતું કે, ‘’આ ભંડોળ પેલેસ્ટિનિયન નાગરિકોને મહત્વપૂર્ણ, જીવનરક્ષક સહાય પૂરી પાડશે જેઓ આ સંઘર્ષમાં ફસાયેલા છે અને મદદની સખત જરૂર છે.’’

ગુમ થયેલા બ્રિટનના લોકો અંગે સંસદમાં સુનકે કહ્યું હતું કે ‘’યુકે સરકાર હકીકતો સ્થાપિત કરવા અને તેમની “અકલ્પનીય પીડા” દ્વારા તેમને ટેકો આપવા માટે ઇઝરાયેલ સાથે કામ કરી રહી છે. હમાસને લક્ષ્ય બનાવવા અને ગાઝામાંથી બંધકોને બચાવવામાં “ઇઝરાયેલના પોતાના બચાવના અધિકારને સમર્થન આપશે. હમાસ પેલેસ્ટિનિયનોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરે છે અને 2,600 પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે.’’

વિપક્ષી લેબર નેતા સર કેર સ્ટાર્મરે કહ્યું હતું કે “ઇઝરાયેલનું સંરક્ષણ આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર હાથ ધરવામાં આવવું જોઈએ.’’

સુનકે સ્થાનિક યહૂદી સંસ્થાઓની સુરક્ષાના ભંડોળમાં વધારો કર્યો

  • યુકેમાં સેમિટિઝમના બનાવોમાં વધારો થતા 3 યહૂદી શાળાઓએ બાળકોની સલામતી માટે તા. 16 સુધી શાળાઓ બંધ રાખી હતી.
  • યુકેમાં છેલ્લા ચાર દિવસમાં 139 યહુદી વિરોધી ઘટનાઓ બની હતી. જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 400 ટકાનો વધારો થયો છે.
  • સુનકે યહૂદી સંસ્થાઓને સુરક્ષા પૂરી પાડતા કોમ્યુનિટી સિક્યોરિટી ટ્રસ્ટ (CST)ને £3 મિલિયનનું વધારાનું ભંડોળ જાહેર કર્યું છે. તેમને વાર્ષિક £15 મિલિયનનું ભંડોળ અપાય છે.
  • બ્રિટન બે રોયલ નેવી જહાજો અને સર્વેલન્સ એરક્રાફ્ટ ઇઝરાયેલને ટેકો આપવા અને પ્રાદેશિક સ્થિરતાને મજબૂત કરવા પૂર્વીય ભૂમધ્ય સમુદ્રમાં તૈનાત કરાયા છે.
  • હમાસને ટેકો આપવા બદલ બ્રાઇટનમાં 22-વર્ષીય મહિલાની આતંકવાદી અધિનિયમ હેઠળ ધરપકડ કરાઇ છે.
  • 1970 પછી વિશ્વમાં કરાયેલો આ ત્રીજો સૌથી ઘાતક આતંકવાદી હુમલો છે.
  • યુકેના હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનની અધ્યક્ષતામાં બ્રિટિશ સમુદાયોના રક્ષણ અને પોલીસિંગ વિરોધ અંગેની ચર્ચા માટે વરિષ્ઠ પ્રધાનો, પોલીસ વડાઓ અને CSTની બેઠક ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે યોજાઇ હતી.

LEAVE A REPLY

15 + five =