પ્રતિક તસવીર

ભારતીય લેખિકા ગીતાંજલિ શ્રીની નવલકથા ‘ટોમ્બ ઑફ સેન્ડ’ ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ માટે શોર્ટલિસ્ટ થનારી ફિક્શનની પ્રથમ હિન્દી ભાષાની કૃતિ બની છે. પ્રતિષ્ઠિત 50,000 પાઉન્ડના સાહિત્યિક પુરસ્કાર માટે આ પુસ્તક વિશ્વભરના અન્ય પાંચ શીર્ષકો સાથે સ્પર્ધા કરશે.

શ્રીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “આ ખૂબ જ વિશિષ્ટ પ્રકારની માન્યતા મળી છે. અનુવાદક ડઇઝી રોકવેલ અને મારા માટે આ એક મહાન ક્ષણ છે. તે બતાવે છે કે અમારો સંવાદ કેટલો સમૃદ્ધ રહ્યો છે.’’

જજીસોના અધ્યક્ષ અને બુકર જજિંગ પેનલનું નેતૃત્વ કરનાર ફ્રેન્ક વાયને જણાવ્યું હતું કે “જ્યુરી તરીકે અમને ઘણા અસાધારણ પુસ્તકો વાંચવાનો આનંદ મળ્યો છે, અને તેમાંથી શોર્ટલિસ્ટ પસંદ કરવાનું મુશ્કેલ અને ક્યારેક હ્રદયદ્રાવક હતું.’’