(Photo by STR/AFP via Getty Images)

જેનેલિયા ડીસોઝા સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે. તે પોતાના અભિનેતા પતિ રીતેશ દેશમુખ અને બાળકો રાહિલ-રિયાન સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં, તેણે ઈન્સ્ટાગ્રામ પર હાથમાં ઈજા થયા પછી બાદ રિકવરી દરમિયાનનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે ઉલ્લેખ કર્યો છે કે, તે સ્કેટિંગ શીખવા ઇચ્છતી હતી. તેણે વિચાર્યું કે તે ઈન્સ્ટાગ્રામ પર એક કૂલ વીડિયો મુકશે પરંતુ આ દરમિયાન તે નીચે પડી ગઈ.

વીડિયોમાં તે કહી રહી છે કે, ‘યે હમ હૈ, યે હમારી સ્કેટિંગ હૈ ઔર યે હમારી રિકવરી હો રહી હૈ’, આટલું કહીને તે હાથમાં લગાવેલો પાટો દેખાડે છે. વીડિયોની સાથે જેનેલિયાએ લખ્યું છે કે, ‘મારી રિકવરી પાવરી સ્ટોરી…કેટલાક અઠવાડિયા પહેલા મેં સ્કેટિંગ શીખવાનું નક્કી કર્યું, કારણ કે મને લાગ્યું કે હું પ્રેરણારુપ બનું અને મારા બાળકો માટે સારી કંપની બની શકું છું. એકવાર શીખ્યા પછી હું ઈન્સ્ટાગ્રામ પર કૂલ વીડિયો પણ મૂકવા માગતી હતી…અફસોસ! પરંતુ મને લાગ્યું કે હું તે ગમે તે રીતે મૂકી શકું છું, કારણ કે ઈન્સ્ટાગ્રામ પર હંમેશા સફળતાની સ્ટોરી હોઈ છે, પરંતુ આપણે પડીએ તે સમયનું શું?? ‘ક્યારેક તમે ઉડતા પહેલા પડી જાઓ છો’ આશા રાખું છું કે પડવા છતાં ફરીથી ઊભા થવાની મને હિંમત મળે પરંતુ સૌથી મહત્વનું છે કે મેં પ્રયાસ કર્યો અને જ્યાં સુધી સફળતા નહીં મળે ત્યાં સુધી પ્રયાસ કરીશ. બાળકોના જન્મ બાદ જેનેલિયા ફિલ્મોથી દૂર થઈ ગઈ છે. અત્યારે તે તેના બંને બાળકોના ઉછેરમાં વ્યસ્ત છે. જેનેલિયા ગત ઓગસ્ટમાં કોરોનાથી સંક્રમિત થઈ હતી. આ વાતની માહિતી તેણે સોશિયલ મીડિયા દ્વારા આપી હતી.