(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

ઉર્વશી રૌતેલાને બોલીવૂડમાં નસીબે સાથ આપ્યો નથી. જોકે તે પોતાના ચાહકો સાથે સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાની નવી ફિલ્મ અંગે માહિતી આપી છે. જોસેફ સામી અને જેરાલ્ડ અરોકિએમના ડાયરેક્શનમાં બની રહેલી સાયન્સ-ફિકશન ફિલ્મમાં તે દેખાશે છે.

આ ફિલ્મ તમિલ, કન્નડ, તેલુગુ, હિંદી અને મલયાલી ભાષામાં પ્રદર્શિત થશે. આ ફિલ્મમાં ઉર્વશી એક માઇક્રોબાયોલોજિસ્ટના રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ મનાલીમાં શરૂ થયું છે. સૂત્રો કહે છે કે, આ ફિલ્મનું બજેટ રૂ. ૨૦૦ કરોડનું છે. આ ઉપરાંત ઉર્વશીએ જિઓ સ્ટુડિયો સાથે ત્રણ ફિલ્મના કરાર કર્યા છે. જેમાં ઇન્સપેકટર અવિનાશ જે એક બાયોપિક છે. આ ઉપરાંત અલ્હવા, બ્લેક રોઝ, થિરુતુ પાયલ ટુ છે. જ્યારે ગુરુ રંધાવા સાથે એક મ્યુઝિક આલ્બમ પર જોવા મળશે. તે એક ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ વર્સેસમાં જોવા મળશે.