શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરિવાર (SSGP) UK દ્વારા 29 મે થી 27 જુલાઈ, 2022 દરમિયાન યોજાયેલા સંત સત્સંગ વિચરણ કાર્યક્રમ માટે પધારેલા પ.પૂ. ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી (SGVP-અમદાવાદ)એ શનિવારના રોજ કેન્ટન સ્વામિનારાયણ મંદિર લંડન ખાતે ગરવી ગુજરાત – એશિયન મિડીયા ગૃપના ગૃપ મેનેજીંગ એડિટર શ્રી કલ્પેશ આર. સોલંકી તથા એક્ઝીક્યુટિવ એડિટર શ્રી શૌલેષ આર. સોલંકીને આશિર્વાદ પાઠવ્યા હતા. પ્રસ્તુત તસવીરમાં ડાબેથી શૈલેશ સોલંકી, એડવર્ટાઇઝીંગ મેનેજર જયંતિભાઇ સોલંકી, પૂ. સ્વામી જી, કલ્પેશભાઇ સોલંકી, ડીજીટલ મેનેજર આદિત્ય સોલંકી તથા રવજીભાઇ હિરાણી નજરે પડે છે. સ્વામીજીએ સ્વ. શ્રી રમણિકલાલ સોલંકીને યાદ કરીને કહ્યું હતું કે તેમણે ગરવી ગુજરાત સાપ્તાહિક દ્વારા બ્રિટન અને વિદેશમાં વસતા ભારતીય સમુદાયની સેવા અને ઉત્કર્ષમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. હિંદુ લાઇફ સ્ટાઇલ સેમિનાર અને શ્રી ભાગવત કથા (શ્રી કૃષ્ણ કથા)નું આયોજન 6થી 10 જુલાઈ અને યુથ કેમ્પનું આયોજન 23 અને 24 જુલાઈ, 2022ના રોજ સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી SKLPC નોર્થોલ્ટ ખાતે કરવામાં આવ્યું છે.