Australia's Deakin University has started a camp in Gift City

દેશના પ્રથમ ફાઇનાન્શિયલસેન્ટરમાં ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટરની સ્થાપના થશે
સરકાર ગાંઘીનગર ખાતેની ગિફ્ટી સિટીમાં વર્લ્ડ ક્લાસ વિદેશી યુનિવર્સિટીઓની સ્થાપનાને મંજૂરી આપશે. આ યુનિવર્સિટીઓ પર દેશના નિયમો લાગુ પડશે. ફાઇનાન્શિયલ સર્વિસિસ ક્ષેત્રમાં કુશળ માનવબળ ઉપલબ્ધ કરવા માટે સરકારે આ દરખાસ્ત કરી છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે 2022-23ના બજેટની રજૂઆત કરતાં જણાવ્યું હતું કે આ ઉપરાંત ગિફ્ટી સિટીમાં ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટરની સ્થાપના થશે, જેનાથી આંતરરાષ્ટ્રીય કાનૂની વિવાદોનો સમયસર ઉકેલ લાવી શકાય છે. આ સેન્ટર સિંગાપોર ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર કે લંડન કોમર્શિયલ આર્બિટ્રેશન સેન્ટર જેવું હશે.
ગાંઘીનગર ખાતેનું GIFT-IFSC હાલમાં ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર છે. નાણાપ્રધાને જણાવ્યું હતું કે વર્લ્ડ ક્લાસ વિદેશી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, ફાઇનાન્શિયલ ટેકનોલોજી, વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત જેવા ક્ષેત્રમાં કોર્સ ઓફર કરવાની છૂટ આપવામાં આવશે. તેમના પર IFSCA સિવાયના બીજા ઘરેલુ નિયમો લાગુ પડશે નહીં.

આ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટરને પ્રોત્સાહન આપવા માટે નાણાપ્રધાન વિદેશી બેન્કિંગ યુનિટ દ્વારા જારી કરવામાં આવા ઓફશોર ડેરિવેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ કે ઓવર-ધ-કાઉન્ટર ડેરિવેટિવ્ઝમાંથી નોન રેસિડેન્ટની આવકને ટેક્સ માફી આપવાની પણ દરખાસ્ત કરી છે. આઇએફસીઆઇમાં પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસમાંથી થયેલી આવક તથા જહાજના લીઝથી મળતી રોયલ્ટી વ્યાજની આવકને પણ ટેક્સમુક્ત કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. જોકે આ રાહતો કેટલીક શરતોને આધિન છે.

ગિળ્ટી સિટીના એમડી અને ગ્રૂપ સીઇઓ તપન રેએ જણાવ્યું હતું કે આવકવેરામાં માફીથી GIFT IFSC શીપ લિઝિંગ એન્ડ ફાઇનાન્શિંગ, ઓફશોર ફંડ મેનેજમેન્ટ અને ઓફશોર બેન્કિંગ એક્ટિવિટી જેવી વિવિધ બિઝનેસ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે.