પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારે કબજિયાત અને પેટના દુઃખાવાથી પીડિત 55 વર્ષના એક વ્યક્તિની સફળ સર્જરી કરીને ડોક્ટર્સે મોટા આંતરડામાંથી ગ્લાસ ટમ્બલર બહાર કાઢ્યું હતું. બિહારના મુઝફ્ફરપુરની હોસ્પિટલના ડોક્ટર્સે કરેલી સર્જરી બાદ મેડિકલ નિષ્ણાતો અને સામાન્ય વ્યક્તિમાં એ સવાલ ઊભો થાય છે કે ગ્લાસ ટમ્બલર વ્યક્તિના ગુદામાર્ગ સુધી કેવી રીતે પહોંચી ગયું.

સર્જનોની ટીમના વડા ડો મખદુલુલ હકના જણાવ્યા અનુસાર આ દર્દી વૈશાલી જિલ્લાના મહુવાના રહેવાસી છે. ટમ્બલર શરીરમાં કેવી રીતે પ્રવેશ્યું તે એક રહસ્ય છે. દર્દીને તે અંગે પૂછવામાં આવ્યું ત્યારે કહ્યું હતું કે ચા પીતી વખતે તે ગળી ગયો હતો. જોકે આ વિશ્વસનીય ખુલાસો ન હતો. માણસની અન્નનળીમાંથી આટલી મોટી વસ્તુ જઈ શકે નહીં. ડોક્ટરે જણાવ્યું હતું કે એન્ડોસ્કોપિક પ્રોસિજર મારફત ગુદામાંથી ગ્લાબ ટમ્બલર બહાર કાઢવો પ્રયાસ શરૂઆતમાં પ્રયાસ કરાયો હતો, પરંતુ સફળતા મળી ન હતી. તેથી પેટને ચીરીને બહાર કાઢવામાં આવ્યું હતું. દર્દીની હાલત સ્થિર છે અને રિકવરી આવી રહી છે.મોટા આંતરડામાં થોડા મહિનામાંથી સંપૂર્ણ રિકવરી આવી શકે છે. દર્દી ઓપરેશન બાદ ભાનમાં આવી ગયો હતો, પરંતુ દર્દી કે કુટુંબના સભ્યો મીડિયા સાથે વાત કરવા તૈયાર ન હતા. પરંતુ સંભવિત ખુલાસો કરતા ડોક્ટરે જણાવ્યું હતું કે તે ગુદામાર્ગથી અંદર ઘુસાડવામાં આવ્યું હશે.