ગાંધીનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી મોકુફ રાખવાનો રાજ્ય ચૂંટણી પંચે નિર્ણય લીધો છે. રાજ્યમાં કોરોના વાઇરસના કેસમાં નોંધપાત્ર વધારો થતાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીએ ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો. જોકે, 18 એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરાવા સહિતની મોટાભાગની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ હતી. અગાઉ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધિશને પત્ર લખીને ચૂંટણી મોકુફ રાખવા રજૂઆત કરી હતી.