વૈશ્વિક અર્થતંત્ર પર કોરોનાવાયરસ રોગચાળાના પ્રભાવ અને યુએસ-ચીનના કથળી ગયેલા વેપારના કારણે રોકાણકારોએ પોતાની બચત સોનામાં નાંખવાનું શરૂ કરતાં સોનાનો ભાવ રેકોર્ડરૂપ ઉંચાઇએ £1,513 પર પહોંચી ગયો છે. તા. 27ને સોમવારે સવારે હાજર સોનાના ભાવમાં 2.2%નો વધારો થયો હતો. આ વધારાએ સપ્ટેમ્બર ૨૦૧૧ની નાણાકીય કટોકટીના પાછલા રેકોર્ડને પણ પાછળ છોડી દીધો હતો.

સોનાને લાંબા સમયથી “સેફ હેવન” એસેટ તરીકે જોવામાં આવે છે અને તે રોકાણકારો માટે તેમના નાણાં મૂકવાની સલામત જગ્યા છે. જ્યારે શેર અથવા કરન્સી જેવા અન્ય રોકાણો અસ્થિર હોય છે ત્યારે રોકાણકારોના મતે સોનું શ્રેષ્ઠ માર્ગ બનશે. કોરોનાવાયરસ લૉકડાઉનને પગલે વિશ્વભરની અર્થવ્યવસ્થાઓ ફરીથી ખોલવા માટે સંઘર્ષ કરી રહી છે અને વૈશ્વિક મંદીનો ભય વધ્યો છે.