જ્યોતિ સુરેખા વેન્નમ, અદિતિ ગોપીચંદ અને પરનીત કૌર દર્શાવતી ભારતીય તીરંદાજી કમ્પાઉન્ડ મહિલા ટીમ (ANI Photo)
સાઉથ કોરીઆના યેચેઓનમાં વર્લ્ડ કપ સ્ટેજ ટુ તિરંદાજી ચેમ્પિયનશિપમાં ગયા સપ્તાહે ભારતની મહિલા ટીમે કમ્પાઉન્ડ તીરંદાજીમાં ગોલ્ડ અને મિક્સ્ડ ટીમે સિલ્વર મેડલ હાંસલ કર્યા હતા. શનિવારે રમાયેલી મહિલા ફાઈનલમાં ભારતીય ટીમે તુર્કીને હરાવ્યું હતું, જ્યારે મિક્સ્ડ ટીમ અમેરિકા સામે હારી ગઈ હતી.
મહિલા ફાઈનલમાં જ્યોતિ સુરેખા વેન્નમ, પ્રનીત કૌર અને અદિતિ સ્વામીની ભારતીય ત્રિપુટીએ તુર્કીની હઝલ બુરુન, આયેસા બેરા સુઝાર અને બેગમની ત્રિપુટીને 232-226થી હરાવ્યા હતા.
વર્લ્ડ કપમાં આ ત્રણે ભારતીય મહિલા તિરંદાજોનો આ સતત ત્રીજો ગોલ્ડ છે. અગાઉ આ ત્રિપુટીએ આ વર્ષની
શરૂઆતમાં શાંઘાઈમાં યોજાયેલા વર્લ્ડ કપ સ્ટેજ-1માં તથા ગયા વર્ષે પેરિસમાં યોજાયેલા વર્લ્ડ કપ સ્ટેજ-4માં પણ ગોલ્ડ જીત્યો હતો.
ભારતના મિક્સ્ડ ટીમની સિલ્વર મેડલની સફળતામાં જ્યોતિ સુરેખા વેન્નમ અને પ્રિયાંશની જોડી ગોલ્ડના મુકાબલામાં કમ્પાઉન્ડ મિક્સ્ડમાં અમેરિકાની ઓલિવિયા ડીન અને સોયર સુલિવાન સામે હારી ગઈ હતી.

LEAVE A REPLY