Google will lay off 12,000 employees
ગૂગલનું ન્યૂ યોર્ક ખાતેનું બિલ્ડિંગ ((istockphoto.com)

ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ઇન્ક 12,000 કર્મચારીઓની છટણી કરશે, એમ તેના ચીફ એક્ઝિક્યુટિવે સ્ટાફ મેમોમાં જણાવ્યું હતું. ટેકનોલોજી ક્ષેત્રોમાં મોટાપાયે છટણી ચાલી રહી છે ત્યારે આ વધુ ખરાબ ન્યૂઝ આવ્યા હતા. અગાઉ માઇક્રોસોફ્ટે 10,000 વર્કર્સને છટણી કરવાની જાહેરાત કરી હતી.

ગૂગલે વિશ્વભરમાં તેના કુલ સ્ટાફમાંથી લગભગ 6 ટકાની હકાલપટ્ટી કરવાની યોજના બનાવી છે. તેમાં અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં કામ કરતા સ્ટાફનો સમાવેશ થશે.આલ્ફાબેટ આ છુટ્ટા કરાયેલા કર્મચારીઓને અમેરિકામાં 16 અઠવાડિયાનું પગારભથ્થુ અને છ મહિનાના આરોગ્ય લાભો ચૂકવશે અને અન્ય જગ્યાએ ત્યાંના કાયદા અને નિયમો આધારિત ચૂકવણી થશે.

એચઆર કન્સલ્ટિંગ ફર્મ ચેલેન્જર, ગ્રે એન્ડ ક્રિસમસ ઇન્ક. અનુસાર 2022માં સૌથી વધુ નોકરીમાં કાપ ટેક સેક્ટરમાં જ જોવા મળ્યો હતો. ગત વર્ષે 97,171 છંટણી થઈ હતી, જે અગાઉના વર્ષની સરખામણીમાં 649% વધારે છે.

ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ, સુંદર પિચાઈનો કર્મચારીઓને આપેલા સંદેશમાં જણાવ્યું હતું કે હું કેટલાક મુશ્કેલ સમાચાર આપી રહ્યો છું અમે અમારા કર્મચારીઓની સંખ્યામાં આશરે 12,000નો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. અમે યુ.એસ.માં અસરગ્રસ્ત કર્મચારીઓને પહેલેથી જ એક અલગ ઈ-મેલ મોકલી દીધો છે. અન્ય દેશોમાં, સ્થાનિક કાયદાઓ અને પ્રથાઓને કારણે આ પ્રક્રિયામાં વધુ સમય લાગશે. આનો અર્થ એવો થશે કે કેટલાક અદભૂત પ્રતિભાશાળી લોકોને અલવિદા કહેવું કે જેમને અમે નોકરી પર રાખવા માટે સખત મહેનત કરી છે. હું તેના માટે ખૂબ જ દિલગીર છું. હકીકત એ છે કે આ ફેરફારો Googlersના જીવનને અસર કરશે તે મારા પર ભારે છે, અને અમે અહીં લીધેલા નિર્ણયોની સંપૂર્ણ જવાબદારી લઉં છું.

LEAVE A REPLY

three × three =