ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયે અંદાજે રૂ.7,800 કરોડના આધુનિક શસ્ત્રોની ખરીદી કરવાની દરખાસ્તોને તાજેતરમાં મંજૂરી આપી હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ડીફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC)એ દરખાસ્તોને મંજૂરી આપી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે, DAC દ્વારા મંજૂર કરાયેલી દરખાસ્તોમાં 7.62×51 એમએમ લાઇટ મશીન ગન (LMG) અને નૌકાદળના MH-60R હેલિકોપ્ટર હથિયારોના ખરીદીનો સમાવેશ થાય છે.

ઇન્ડિયન એરફોર્સની કાર્યક્ષમતા વધારવા માટે DACએ બાય ઇન્ડિયન-IDDM કેટેગરી હેઠળ Mi-17 V5 હેલિકોપ્ટર માટે ઇલેક્ટ્રોનિક વોરફેર (EW) સ્યુટની ખરીદી અને ઇન્સ્ટોલેશન માટે મંજૂરી આપી છે. EW સ્યુટ ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) પાસેથી ખરીદાશે. મંત્રાલયે જણાવ્યું હતું કે, DAC મેકેનાઇઝ્ડ ઇન્ફેન્ટ્રી અને આર્મર્ડ રેજિમેન્ટ્સ માટે જમીન આધારિત ઓટોનોમસ સીસ્ટમની પ્રાપ્તિની દરખાસ્તને મંજૂરી આપી છે. આ સીસ્ટમ યુદ્ધ દરમિયાન માનવરહિત સર્વેલન્સ તથા દારુગોળો, ઇંધણ અને સ્પેર પાર્ટસની લોજિસ્ટિક્સ ડિલિવરીને સક્ષમ બનાવે છે. 7.62×51 એમ LMG અને બ્રિજ બનાવતી ટેન્ક (BLT)ની ખરીદી માટેની દરખાસ્તને પણ મંજૂરી અપાઈ છે.

એલએમજીથી સેનાની લડાઈ ક્ષમતામાં વધારો થશે, જ્યારે BLTથી મેકેનાઇઝ્ડ ફોર્સની ઝડપી મુવમેન્ટ શક્ય બનશે. પ્રોજેક્ટ શક્તિ હેઠળ ભારતીય સેના માટે રગ્ડાઇઝ્ડ લેપટોપ અને ટેબ્લેટની પણ ખરીદી થશે. આ તમામ ખરીદી માત્ર સ્વદેશી વિક્રેતાઓ પાસેથી કરાશે. ઇન્ડિયન નેવીના MH-60R હેલિકોપ્ટરની કાર્યક્ષમતાને વધારવા માટે હથિયારોની ખરીદીની દરખાસ્તને પણ મંજૂરી આપી છે.

LEAVE A REPLY

seven + 17 =