તામિલનાડુના મદુરાઈ રેલ્વે સ્ટેશન પર શનિવારે સવારે એક ટ્રેનમાં આગ ફાટી નીકળતાં 10 લોકોના મોત અને 20 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. રેલવેએ મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ આગની ઘટના સવારે અંદાજે 5:15 કલાકે એક ખાનગી પાર્ટીના કોચની અંદર નોંધાઈ હતી. વિગતો અનુસાર, લખનૌના 65 જેટલા મુસાફરો કોચમાં હાજર હતા. જ્યારે કોચ યાર્ડમાં પાર્ક કરવામાં આવ્યો હતો, ત્યારે કેટલાક મુસાફરોએ ચા અને નાસ્તો તૈયાર કરવા માટે ગેરકાયદે રીતે રાખવામાં આવેલા રાંધણ ગેસ સિલિન્ડરોનો ઉપયોગ કર્યો હતો, જેનાથી આગ લાગી હતી તેવું કહેવાય છે.

LEAVE A REPLY