(istockphoto)

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થયા બાદ રાજ્ય સરકારે સ્કૂલો ફરી ખોલવાની મંજૂરી આપવાની વિચારણા કરી રહી છે. ગુરુવારે કેબિનેટની બેઠક બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, શરતો સાથે શાળા શરૂ કરવા અંગે વિચારણા ચાલુ છે. શાળાઓ શરૂ કરવા સરકાર સમક્ષ રજૂઆતો આવી છે.

નીતિન પટેલે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણ મળી રહે તે જરૂરી છે. દરેક વિદ્યાર્થી ઓનલાઈન શિક્ષણ નથી લઈ શકતા નથી. ગામડાઓમાં જ્યા વ્યવસ્થા નથી, ફોન નથી, ઈન્ટરનેટ નથી એવા વિદ્યાથીઓ અભ્યાસથી બાકાત રહી જાય છે. રાજ્ય સરકાર સૂચનાઓની પાલન કરવાની શરતે શાળાઓ વર્ગો ચાલુ થાય તે અંગે વિચાર કરશું.
નીતિન પટેલને પેટ્રોલ અને ડીઝલ પર વેટ અંગેના સવાલના જવાબમાં જણાવ્યું હતું કે આજે આખા દેશમાં પેટ્રોલ અને ડીઝલ તરફથી રાજ્ય તરફથી જે વેટ લેવામાં આવે છે. ત્યારે આખા દેશમાં સૌથી ઓછો દર ગુજરાતમાં છે. જ્યારે અન્ય રાજ્યોમાં વેટ વધારે છે. તેમાં કોંગ્રેસશાસિત રાજ્યો પણ આવી ગયા. એટલે ગુજરાત અત્યારે ઓછામાં ઓછો ટેક્સ લેનારું એકમાત્ર મોટું રાજ્ય છે. બીજા રાજ્યો જ્યારે આ અંગે વિચારણા કરશે ત્યારે ગુજરાત સરકાર વિચારણા કરશે. આખા દેશમાં પેટ્રોલ અને ડીઝલ પરનો વેટનો ટેક્સ એ ભારતમાં સૌથી વધુ બીજા રાજ્યોમાં છે. અને સૌથી ઓછો ગુજરાતમાં છે.

મોંઘવારીના મુદ્દે જણાવ્યું હતું કે મોંઘવારી રાજ્ય પૂરતો વિષય નથી, આખા રાષ્ટ્રનો વિષય છે. ક્રૂડ ઓઈલનો ભાવ આખા વિશ્વમાં વધ્યા છે. ઓપેકે અત્યાર સુધી ઉત્પાદનમાં કાપ મૂકેલો. જેથી સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો વધારો થયો છે. તેમજ કૃષિ ઉત્પાદન છે તે ખેતી આધારિત છે. જે પાકમાં વધુ ઉત્પાદન થયું છે. તે પાકના ભાવ કાબૂમાં છે. અને જેમાં ઉત્પાદન ઓછું થયું હોય અથવા માગ વધી હોય તેવા કૃષિ ઉત્પાદનના ભાવોમાં વધારો થયો છે. એટલે સિઝન આધારિત આ વસ્તુઓમાં વધઘટ થતી રહી છે. ડુંગળી, બટાટા સહિતના પાકોનું બમ્પર ખેતી થાય ત્યારે તેની કિંમત ઓછી હોય છે. સરકાર જ્યાં લોકોને મદદરૂપ થવાનું હોય મદદ કરવાનું કામ કરીએ છીએ.