દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા દ્વૌપદી મુર્મુને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યશ્ર જે પી નડ્ડાએ નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને લઇને અભિનંદન આપ્યા હતા. (ANI Photo/ JP Nadda Twitter)

ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોંગ્રેસના સાત ધારાસભ્યોએ ભાજપના વડપણ હેઠળના એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુનું તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું હતું.

રાષ્ટ્રપતિપદના NDAના ઉમેદવાર દ્રોપદી મુર્મુને ગુજરાતમાંથી કુલ ૧૭૮ મત મળ્યા હતા. જેમાં ભાજપના ૧૧૧, NCPનો એક અને ભારતીય ટ્રાઈબલ પાર્ટીના બે મળી કુલ ૧૧૩ને બદલે ૧૨૧ મળતા કોંગ્રેસના કુલ ૬૫ ધારાસભ્યોમાંથી સાત ધારાસભ્યોએ ક્રોસવોટિંગ કર્યું હોવાનું સાબિત થાય છે.

ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ૬૪ અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કોંગ્રેસને સમર્થન આપ્યું હોવાથી UPAના ઉમેદવાર યશવંત સિંહાને ૬૫ મત મળવા જોઈતા હતા, તેના બદલે માત્ર ૫૭ મત મળ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે માત્ર છ મહિના બાકી છે ત્યારે કોંગ્રેસના કેમ્પમાંથી ક્રોસવોટિંગ થતાં આગામી દિવસોમાં પ્રદેશમાં નવા જૂની થવાની શક્યતા વધી ગઈ હતી. કોંગ્રેસના પ્રદેશના નેતાઓ ક્રોસ વોટિંગ કોણે અને શા માટે કર્યું તેની તપાસ કરશે.