ગુજરાતના અનેક જિલ્લામાં માવઠું થયું. ઉત્તર ગુજરાતમાં વધારે કમોસમી વરસાદ થયો હતો. અમદાવાદ, વડોદરા સહિત અનેક શહેરોમાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે. બે દિવસમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, દાહોદ-ગોધરા, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લી જિલ્લાના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે 29 ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી હતી. સોમવારે રાત્રે પ્રાંતિજ, હિંમતનગર, વિજાપુર સહિત અનેક તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જ્યારે મંગળવારે સવારે અમદાવાદના પૂર્વ વિસ્તારના નરોડા, નિકોલ, જશોદાનગર સહિતમાં માવઠું થયું હતું. કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી. ખેડૂતોએ જીરૂ, ચણાના પાકને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરી હતી.