ઉત્તર પ્રદેશ સરકારે રવિવારે હલાલ ટેગવાળી પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે હલાલ પ્રમાણપત્ર સાથે ખાદ્ય પ્રોડક્ટ્સનું ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ તાત્કાલિક અસરથી પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. જોકે નિકાસ માટે પ્રતિબંધ નહીં હોય.
એક સત્તાવાર આદેશમાં જણાવાયું હતું કે “ઉત્તર પ્રદેશમાં હલાલ-પ્રમાણિત દવાઓ, તબીબી ઉપકરણો અને સૌંદર્ય પ્રસાધનોના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, ખરીદી અને વેચાણ સાથે સંકળાયેલી કોઈપણ વ્યક્તિ અથવા પેઢી સામે કડક કાયદાકીય પગલાં લેવાશે.” હલાલ સર્ટિફિકેટવાળી પ્રોડક્ટ એટલે ઇસ્લામના કાયદા અનુસાર બનાવવામાં આવેલી પ્રોડક્ટ્સ.
ફરિયાદ કરનારાઓએ હલાલ સર્ટિફિકેટના કારોબારમાંથી થતી આવકનો ઉપયોગ દેશ વિરોધી પ્રવૃતિઓ કરવામાં થતી હોવાની પણ શંકા વ્યકત કરી હતી હલાલ અરબી શબ્દ છે જેનો અર્થ માન્ય એવો થાય છે. હલાલનો વિરોધી શબ્દ હરામ છે જેમાં અમાન્ય અથવા તો નિષેધની વાત છે. હલાલનો ઉપભોગ માત્ર જાનવરોને મારવા માટે જ થતો નથી પરંતુ આ કેટલાક ઉત્પાદનોના નિર્માણ માટે પણ લાગુ પડે છે. જેને ઇસ્લામિક માન્યતા મુજબ અનુકૂળ સમજવામાં આવે છે.














