Indian American convicted in Lumentum insider trading case
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

હરિયાણા સરકાર રાજ્યના સ્થાનિક લોકોને ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં 75 ટકા અનામત આપતા  કાયદાને રદ કરતાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં જશે, એમ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન દુષ્યંત ચૌટાલાએ શનિવારે જણાવ્યું હતું.

આ કાયદો રાજ્ય અને ઉદ્યોગના હિતમાં હોવાની બાબત ભાર મૂકીને JJP નેતાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે હાઈકોર્ટના ચુકાદાની તપાસ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટમાં જઈશું. રાજ્ય સરકારનો હેતુ સ્થાનિક યુવાનોને રોજગારી અને ઉદ્યોગને કુશળ કામદારો આપવાનો હતો.

અગાઉ શુક્રવારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે તેના 83 પાનાના ચુકાદામાં હરિયાણા સ્ટેટ એમ્પ્લોયમેન્ટ ઓફ લોકલ કેન્ડીડેટ્સ એક્ટ, 2020ને ગેરબંધારણીય ગણાવ્યો હતો અને ચુકાદો આપ્યો હતો કે તે તે અમલમાં આવ્યો તે તારીખથી બિનઅસરકારક બની જશે. આ ધારાના અમલ સામે અનેક ઔદ્યોગિક સંગઠનોએ અરજીઓ દાખલ કરી હતી.

ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં સ્થાનિકો માટે 75 ટકા અનામતની જોગવાઈ કરતો આ કાયદો 15 જાન્યુઆરી, 2022એ અમલમાં આવ્યો હતો. તેમાં મહત્તમ કુલ માસિક પગાર રૂ.30,000 સુધીની નોકરીઓ આવરી લેવામાં આવી હતી.

ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી (જેજેપી)એ 2019ની વિધાનસભા ચૂંટણીમાં ખાનગી ક્ષેત્રમાં અનામતનો વચન આપ્યું હતું, તેથી હાઇકોર્ટનો ચુકાદો તેમના માટે મોટો ફટકો છે. ચૂંટણી પછી JJP એ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું હતું અને ગઠબંધનમાં સરકારની રચના કરી હતી.

 

LEAVE A REPLY

19 − 8 =