(Photo by Ishara S.KODIKARA/AFP via Getty Images)

પંજાબ કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ બેટ્સમેન નવજોત સિદ્ધુએ વિધાનસભાની ચૂંટણી પહેલા બુધવારે પોતાનો અને હરભજન સિંહનો ફોટો ટ્વીટર પર મૂકીને નવી અટકળોને વેગ આપ્યો હતો. આ ફોટોનું કેપ્શન પણ સૂચક હતું, જેમાં લખ્યું હતું કે ભજ્જી, ઊભરતા સિતારા સાથે તમામ સંભાવનાથી ભરપુર પિક્ચર.

સ્પિનર હજભજન સિંહ અને ક્રિકેટર યુવરાજ સિંહ કોંગ્રેસ શાસિત પંજાબની 2022ની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાઈ શકે છે તેવા અટકળો વચ્ચે સિધુએ આ ફોટો ટ્વીટ કર્યો હતો. જોકે હરભજવને આવી અટકળોને વિરામ આપતા ટ્વીટ કરીને તેને ફેક ન્યૂઝ ગણાવ્યા હતા. 2019ની લોકસભાની ચૂંટણીના સમયથી હરભજન રાજકારણમાં આવશે તેવી ચર્ચા થઈ રહી છે. તે સમયે હરભજને જણાવ્યું હતું કે રાજકારણમાં ઘણા પીઢ લોકો છે. તેથી મારી આવી કોઇ યોજના નથી. ભાજપે લોકસભાની ચૂંટણી દરમિયાન હરભજનને અમૃતસરમાંથી ઊભો રાખવા માટે તેનો સંપર્ક કર્યો હોવાના તે સમયે અહેવાલ આવ્યા હતા.પંજાબ કોંગ્રેસમાં તાજેતરમાં ભારે અસ્થિરતા ઊભી થઈ હતી અને ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં તેનો લાભ લેવા આતુર છે.