(ANI Photo)

સરકારે ચૂંટણીપંચની ભલામણને આધારે ચૂંટણી પ્રક્રિયામાં કેટલાંક મહત્ત્વના સુધારા કરવાની જાહેરાત કરી છે. મતદાર યાદીને મજબૂત બનાવવા, મતદાન પ્રક્રિયાને વધુ સર્વસમાવેશક બનાવવા, ચૂંટણીપંચને વધુ સત્તા આપવા અને ડુપ્લિકેટ્સ નામો દૂર કરવા ચાર સુધારાની દરખાસ્ત કરી છે. સરકાર સંસદના હાલના શિયાળુ સત્રમાં આ સુધારા રજૂ કરશે.

પાન-આધાર કાર્ડ લિન્કિંગની જેમ હવે ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડને જોડવાની છૂટ આપવામાં આવશે. જોકે સુપ્રીમ કોર્ટના ગુપ્તતા અંગેના હકના ચુકાદાને ધ્યાનમાં રાખીને તેને સ્વૈચ્છિક રાખવામાં આવશે. આનો અર્થ એવો થાય છે કે ચૂંટણીકાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાનું ફરજિયાત નહીં હોય. ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર આ અંગેનો પાઇલોટ પ્રોજેક્ટ સફળ રહ્યો છે અને તેનાથી ડુપ્લિકેટ નામોને દૂર કરીને મતદાન યાદીને મજબૂત બનાવી શકાય છે.
બીજો સુધારો મતદાર યાદીમાં નોંધણી માટે વધુ પ્રયાસોને મંજૂરી આપવાનો છે. આગામી વર્ષની પહેલી જાન્યુઆરીથી 18 વર્ષના પ્રથમ વખત મતદાતાને એક વર્ષમાં એક તક મળતી હતી.