New law proposed to end racial discrimination in California
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકામાં એશિયન સહિત અન્ય સમુદાયના લોકો વિરુદ્ધ હિંસા અને તેમના અપમાનના કિસ્સામાં ચોંકાવનારો વધારો થયો છે. ૨૦૨૧માં હેટ ક્રાઇમના કિસ્સામાં લગભગ ૧૨ ટકા વધારો થયો છે. ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના જણાવ્યા અનુસાર આવા ગુનામાં ૬૪.૫ ટકા પીડિતોને જાતિ અને વંશીય પૂર્વગ્રહને કારણે ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.

તાજેતરના સમયમાં ભારતીયો વિરુદ્ધ  વંશિય હિંસાની ઘટનાઓમાં પણ વધારો થયો છે ત્યારે તાજેતરમાં પ્રકાશિત એક સત્તાવાર અહેવાલ અનુસાર વિશ્વની આ મહાસત્તામાં હેટ ક્રાઈમના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે.

FBIએ સોમવારે જારી કરેલા વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે, “કુલ ગુનામાં ૪૩.૨ ટકા હિસ્સો ધાકધમકી સંબંધી અપરાધોનો હતો. રાષ્ટ્રીય સ્તરે નોંધાયેલી હેટ ક્રાઇમની ઘટનાઓમાં ૧૧.૬ ટકા વધારો થયો છે. ૨૦૨૦માં આવા ગુનાની સંખ્યા ૮,૧૨૦ હતી, જે ૨૦૨૧માં વધીને ૯,૦૬૫ થઈ છે.” FBIના અહેવાલમાં જણાવ્યા અનુસાર “૨૦૨૧ના અપડેટ કરાયેલા ડેટામાં તમામ કાનૂની એજન્સીઓ દ્વારા નોંધાયેલી હેટ ક્રાઇમની ઘટનાનો સમાવેશ થાય છે. જેમાં ૧૦,૮૪૦ ઘટના અને ૧૨,૪૧૧ સંબંધિત ગુનાઓ સામેલ છે.”

અહેવાલમાં જણાવ્યા અનુસાર ૬૪.૫ ટકા પીડિતોને જાતિ કે વંશીયતાને કારણે ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. ૧૫.૯ ટકા લોકો પર લિંગને કારણે અને ૧૪.૧ ટકાને ધાર્મિક પૂર્વગ્રહને કારણે ગુનાનો ભોગ બનવું પડ્યું હતું. ૨૦૨૧ના અપડેટેડ ડેટામાં વ્યક્તિઓ સામેના ગુના તરીકે વર્ગીકૃત કરાયેલા હેટ ક્રાઇમના ૮,૩૨૭ અપરાધ થયા હતા. જેમાં ૪૩.૨ ટકા ગુના ધાકધમકી, ૩૫.૫ ટકા સામાન્ય હુમલા અને ૨૦.૧ ટકા આક્રમક હુમલાને લગતા હતા. ઉપરાંત, નવ બળાત્કાર અને ૧૮ હત્યાને પણ હેટ ક્રાઇમના ગુના હેઠળ દર્શાવાયા હતા. વ્યક્તિઓ સામે બાકીના ૭૦ ટકા હેટ ક્રાઇમના ગુનાનું અન્ય કેટેગરીમાં વર્ગીકરણ કરાયું હતું. પ્રોપર્ટી સામેના ગુનાની કેટેગરીમાં ૩,૮૧૭ હેટ ક્રાઇમ નોંધાયા હતા. જેમાં ૭૧.૨ ટકા અપરાધ તોડફોડ કે નુકસાન અથવા ભાંગફોડને લગતા હતા. જ્યારે વધુ ૨૬૭ ગુનાને સમાજ સામેના ગુનાની શ્રેણીમાં મુકાયા હતા.

LEAVE A REPLY

seventeen + eighteen =