ધ હિન્દુ કાઉન્સિલ ઓફ વેલ્સ દ્વારા રવિવાર તા. 22ના રોજ કાર્ડિફમાં સશસ્ત્ર દળોના સભ્યો સાથે રક્ષા બંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તમામ ઉંમરની બહેનોએ તેમના ભાઈઓના કાંડા પર ‘રાખડી’ બાંધીને તેમના રક્ષણ માટે પ્રાર્થના કરી હતી.

કાર્યક્રમનો દીવો પ્રગટાવી શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે કર્નલ સાયન વોકરે રક્ષા બંધન પર્વે આર્મી ગિફ્ટ બેગ, સાર્જન્ટ પોલ હિગિન્સે રોયલ એરફોર્સની ગીફ્ટ બેગ અને લેફ્ટનન્ટ કમાન્ડર સુઝેન લિંચે રોયલ નેવીની ગીફ્ટ બેગ બહેનોને આપી હતી. આ કાર્યક્રમનું આયોજન હિન્દુ કાઉન્સિલ ઓફ વેલ્સના અધ્યક્ષ શક્તિ ગુહા નિયોગી અને રાજ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું.

પ્રસ્તુત તસવીરમાં ડાબેથી સાર્જન્ટ પોલ હિગિન્સ, સોફી મેટકાલ્ફ (નેવલ રીજનલ કમાન્ડ HQ), કર્નલ સાયન વોકર, હિન્દુ કાઉન્સિલ ઓફ વેલ્સના સુધા ભટ્ટ, વેલ્સના ભારતીય માનદ કોન્સ્યુલર રાજ અગ્રવાલ, લોર્ડ લેફ્ટનન્ટ ઓફ સાઉથ ગ્લેમોર્ગન મોરફુડ મેરિડિથ, હિન્દુ કાઉન્સિલ ઓફ વેલ્સના અધ્યક્ષ શક્તિ ગુહા નિયોગી, લેફ્ટનન્ટ કમાન્ડર સુઝેન લિંચ, રાધિકા કડાબા, કરસન વાઘાણી અને તારકનાથન દાસ નજરે પડે છે.