(Photo by Anindito Mukherjee/Getty Images)

તારીખ 23ને સોમવારે બ્રિટનમાં કોવિડના કારણે 40 લોકોના મૃત્યુ સાથે યુકેમાં છેલ્લા એક જ અઠવાડિયામાં કોવિડ મૃત્યુમાં 54  ટકાનો વધારો નોંધાયો છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 31,914 કેસ નોંધાયા છે. મરણનો આ આંકડો ગયા સોમવારના આંક કરતા 14 જેટલો વધારે છે. સાત દિવસ પહેલાના સોમવારે 26 મૃત્યુ નોંધાયા હતા.

રિપોર્ટિંગમાં વિલંબને કારણે સોમવારે મૃત્યુ અને કેસોની સરેરાશ અન્ય દિવસોની તુલનામાં ઓછી હોય છે. છેલ્લા સાત દિવસોમાં બ્રિટનમાં કોવિડના કારણે થતાં મૃત્યુના આંકમાં વધઘટ થઈ રહી છે. ફક્ત ગયા મંગળવારે (તા. 17) જ મરણ આંક 170 પર પહોંચ્યો હતો. તે પછી બુધવારે 111, ગુરૂવારે 113 અને શુક્રવારે 114, શનિવારે 104 અને રવિવારે વધુ 49 લોકોના મરણ થયાં હતાં.

અધિકારીઓએ જણાવ્યું છે કે 4,000થી વધુ કોવિડ કેસ સંગીત અને સર્ફિંગ ફેસ્ટિવલ્સ સાથે જોડાયેલા હોઈ શકે છે. કોર્નવોલ કાઉન્સિલે કહ્યું હતું કે 4,700 કેસ 11થી 15 ઓગસ્ટ વચ્ચે યોજાયેલી બોર્ડમાસ્ટર્સ ઇવેન્ટ સાથે જોડાયેલા હોઈ શકે છે. લગભગ 50,000 લોકોએ ન્યૂક્વે અને તેની આસપાસના ફેસ્ટીવલ્સમાં હાજરી આપી હતી, જે હવે ઇંગ્લેન્ડમાં સૌથી વધુ ચેપ દર ધરાવતા ત્રણ નેઇબરહૂડ ધરાવે છે. ચેપનો ભોગ બનેલા લગભગ 800 પોઝિટિવ લોકો કોર્નવોલમાં રહે છે.