ગુજરાતની પ્રાચીન અને ઐતિહાસિક નગરી વડનગરને રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન અને આધ્યાત્મિક હેતુથી વિકસાવાઈ રહી છે. વડનગરમાં સપ્ત ઋષિનો આરો તથા દાઈલેકને રૂ.૧,૨૬૪ લાખના ખર્ચે વિકસાવવા માટે કાર્યવાહી કરવામાં આવી હોવાનું પ્રવાસન પ્રધાન મૂળુભાઈ બેરાએ વિધાનસભામાં જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે, વડનગર ખાતે સપ્તઋષિનો આરો તેમજ દાઈલેક ખાતે લેન્ડસ્કેપિંગ, પ્રવેશ દ્વાર, પાર્કિંગ અને ટોયલેટ બ્લોક જેવી આધુનિક સુવિધા પ્રવાસીઓ માટે વિકસાવવામાં આવશે. ભારત સરકારની સ્વદેશ દર્શન યોજના અને ગુજરાત સરકારના વિશેષ પ્રયાસોના પરિણામે છેલ્લા એક વર્ષમાં અંદાજે ૮.૬૫ લાખ જેટલા પ્રવાસીઓ વડનગરની મુલાકાત લીધી છે. પ્રવાસન માટે અગ્રેસર ગુજરાત વિદેશી પ્રવાસીઓ માટે પણ પ્રથમ પસંદગીનું સ્થાન રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં અંદાજે ૧૫ કરોડ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે,જે પ્રવાસન ક્ષેત્રે ગુજરાતની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે.

LEAVE A REPLY

3 × 2 =