બ્રિટિશ એશિયન ટ્રસ્ટના બોર્ડ ઓફ ટ્રસ્ટીએ હિતન મહેતા OBE ને ટ્રસ્ટના નવા ચીફ એક્ઝિક્યુટિવ તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. દસ વર્ષના પરિવર્તનશીલ નેતૃત્વ પછી રાજીનામું આપનાર રિચાર્ડ હોક્સ OBE ના તેઓ અનુગામી બનશે અને આ સંસ્થા માટે આ એક મહત્વપૂર્ણ ક્ષણ છે.

બ્રિટિશ એશિયન ટ્રસ્ટના બોર્ડે રિચાર્ડનો દાયકાના સેવા કાર્યો માટે નિષ્ઠાપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમના સમયગાળા દરમિયાન ટ્રસ્ટે પોતાના સ્કેલ, પ્રભાવ અને વૈશ્વિક પહોંચનો વિસ્તાર કર્યો હતો જેનાથી સમગ્ર સાઉથ એશિયામાં 18 મિલિયનથી વધુ લોકોના જીવનમાં સુધારો થયો હતો. તેમના નેતૃત્વને આ ક્ષેત્રમાં સૌથી નવીન અને પ્રભાવશાળી આંતરરાષ્ટ્રીય ચેરિટીમાંની એક તરીકે ટ્રસ્ટની પ્રતિષ્ઠાને મજબૂત કરવાનો શ્રેય આપવામાં આવે છે.

હિતન મહેતાની નિમણૂક સાતત્ય અને નવી મહત્વાકાંક્ષા બંનેનું પ્રતિનિધિત્વ કરે છે. 2007માં ટ્રસ્ટના પ્રથમ કર્મચારી તરીકે, તેમણે સંસ્થાની સ્થાપનામાં પાયાની ભૂમિકા ભજવી હતી અને છેલ્લા 18 વર્ષોમાં તેના ઉત્ક્રાંતિમાં કેન્દ્રિય રહ્યા છે. મહામહિમ રાજા ચાર્લ્સ III – જે અગાઉ પ્રિન્સ ઓફ વેલ્સ હતા – તેમની સાથેના તેમના લાંબા સમયથી કામ અને ટ્રસ્ટના નેતૃત્વમાં તેમની ઊંડી સંડોવણીએ ટ્રસ્ટના મિશન, વ્યૂહરચના અને વૈશ્વિક દૃષ્ટિકોણને આકાર આપ્યો છે.

છેલ્લા દાયકાથી રિચાર્ડ હોક્સ સાથે નજીકથી કામ કરીને, હિતને ટ્રસ્ટને દક્ષિણ એશિયામાં મજબૂત મૂળ અને વિશ્વભરમાં અર્થપૂર્ણ ભાગીદારી ધરાવતી એક આદરણીય વૈશ્વિક સંસ્થામાં વિકસાવવામાં મદદ કરી છે.

તેમના કાર્યકાળ દરમિયાન, હિતને ટ્રસ્ટના આંતરરાષ્ટ્રીય વિસ્તરણનું નેતૃત્વ કર્યું છે અને યુકે, સાઉથ એશિયા, ગલ્ફ અને તાજેતરમાં નોર્થ અમેરિકામાં ટ્રસ્ટની હાજરીને પ્રોત્સાહન આપ્યું છે. તેમણે વૈશ્વિક સાઉથ એશિયન ડાયસ્પોરા સાથે જોડાણોને મજબૂત કરવામાં, ફિલાન્થ્રોપી, બિઝનેસ, અને નાણાકીય ક્ષેત્રે પ્રભાવશાળી નેટવર્ક બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

તેમની વિદાય પર પ્રતિબિંબ પાડતા, રિચાર્ડ હોક્સે કહ્યું હતું કે “બ્રિટિશ એશિયન ટ્રસ્ટમાં અદ્ભુત 10 વર્ષ પછી, હવે મારા માટે નવા પડકારો શોધવા અને હિતનને જવાબદારી સોંપવાનો યોગ્ય સમય છે. હું સીઈઓ બનવાના વિશેષાધિકાર માટે બોર્ડનો આભાર માનું છું અને સંસ્થાને દરેક સફળતાની શુભેચ્છા પાઠવું છું.”

હિતેન મહેતાએ ઉમેર્યું હતું કે “આવા મહત્વપૂર્ણ સમયે આ ભૂમિકા ભજવવી એ મારા માટે સન્માનની વાત છે. હું અમારા ટ્રસ્ટીઓ, અમારા રોયલ ફાઉન્ડિંગ પેટ્રોન અને અમારા ભાગીદારોનો તેમના સતત વિશ્વાસ માટે આભારી છું. અમે બનાવેલા મજબૂત પાયા પર નિર્માણ કરવા અને સમગ્ર સાઉથ એશિયામાં અર્થપૂર્ણ પરિવર્તન લાવવા માટે હું આતુર છું.”

બોર્ડના અધ્યક્ષ લોર્ડ જીતેશ ગઢિયાએ જણાવ્યું હતું કે “સ્થાપક નેતા તરીકે, હિતેન અજોડ અનુભવ, વિશ્વસનીયતા અને સંબંધો લાવે છે જે ટ્રસ્ટને તેના આગામી પ્રકરણમાં માર્ગદર્શન આપશે.”

LEAVE A REPLY