પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

નેધરલેન્ડ્ઝમાં ગયા સપ્તાહે રમાયેલા પ્રો લીગ હોકીના લેગમાં ભારતીય મહિલા ટીમે વર્લ્ડ નંબર ટુ આર્જેન્ટીનાને પેનલ્ટી શૂટઆઉટમાં ૨-૧થી હરાવ્યું હતું. આર્જેન્ટીના પ્રો લીગ જીતી ચૂક્યું છે, તો ભારતે આ વિજય સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજું સ્થાન મેળવી લીધું હતુ. નિયત સમયમાં બન્ને ટીમ ૩-૩થી બરાબરીમાં હતી.

ભારતીય પુરૂષોની ટીમ ટેબલ ટોપર નેધરલેન્ડ સામે રાબેતા મુજબના સમયમાં છેલ્લી પળોમાં 2-2થી બરાબરીમાં પહોંચ્યા પછી પેનાલ્ટી શૂટાઉટમાં 4-1થી હારી ગઈ હતી.