![Indian Team celebrates after winning the match against Spain during the FIH Men’s Hockey Pro League 2022-2023 Hockey Pro League India wins against Germany, Australia](https://www.garavigujarat.biz/wp-content/uploads/2023/03/hockt-696x478.jpg)
હોકીની પ્રો લીગમાં ભારતે ઘરઆંગણે રવિવારે (12 માર્ચ) શાનદાર દેખાવ સાથે ઓસ્ટ્રેલિયા સામે 5-4થી વિજય મેળવ્યો હતો. ભારતીય મેન્સ ટીમે 1996 પછી પહેલીવાર ઓસ્ટ્રેલિયા સામે સફળતા હાંસલ કરી હતી. છેલ્લે આવી સિદ્ધિ ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન હાંસલ કરી હતી. ત્રણ દિવસ પહેલા ભારતે વર્લ્ડ ચેમ્પિયન જર્મનીને પણ હરાવ્યું હતું.
ભુવનેશ્વરમાં રમાયેલી પ્રો લીગ હોકી મેચમાં હરમનપ્રીત સિંઘે ગોલની હેટ્રિક કરી હતી. કાર્થી અને જુગરાજે પણ ગોલ ફટકાર્યા હતા. મેચમાં એક તબક્કે ભારતે 4-1થી સરસાઈ મેળવી લીધી હતી. જોકે ઓસ્ટ્રેલિયાએ પુનરાગમન કરતાં સ્કોર 3-4 પર લાવી દીધો હતો. આખરી મિનિટોમાં હરમનપ્રીતે ભારતની સરસાઈ આગળ ધપાવી હતી અને ભારતે 5-3થી લીડ મેળવી હતી. ત્રણ મિનિટ બાકી હતી, ત્યારે ઓસ્ટ્રેલિયાએ ગોલ ફટકાર્યો હતો. જોકે ત્યાર બાદ ભારતે મજબુત ડિફેન્સ જાળવી રાખતાં વિજેતા રહ્યું હતું.
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)