પ્રતિક તસવીર (Photo by Asanka Ratnayake/Getty Images)

કિંગ ઓનર્સ સમિતિના વરિષ્ઠ વ્યક્તિઓએ એવી કંપનીઓની ટીકા કરી છે જે દાવો કરે છે કે તેઓ લોકોને ઓનર્સ લાવી આપવા માટે મદદ કરી શકે છે.

કંપનીઓ ઓનર્સ માટે દાવો કરવા £40,000 જેટલો ચાર્જ લે છે. તેઓ એન્ટ્રીના સમર્થનમાં રેફરન્સ માટે મિત્રો અને સહકર્મીઓનો પ્રચાર કરે છે અને દાવો કરે છે કે તેઓ ઓનર્સની તકોને મોટા પ્રમાણમાં વધારી શકે છે.

જો કે, સ્પોર્ટ્સ ઓનર્સ કમિટીના ચેરમેન સર હ્યુ રોબર્ટસને જણાવ્યું હતું કે ‘’અમે પોલિશ્ડ લોકોને શોધી શકીએ છીએ. અમે આ તમામ નોમિનેશનમાંથી પસાર થઈએ છીએ અને તેનું મૂલ્યાંકન કરીએ છીએ અને વિચારીએ છીએ.’’

પોતાની સેવા ઓફર કરતી એક કંપની એવૉર્ડ્સ ઇન્ટેલિજન્સે જણાવ્યું હતું કે તેણે આ વર્ષે શાહી સન્માન માટે લગભગ 200 લોકોને દાખલ કર્યા હતા જે ગયા વર્ષે 180 હતા.

મુખ્ય સમિતિ, વડા પ્રધાન અને છેવટે રાજાને ભલામણો મોકલવામાં આવે તે પહેલાં સ્વતંત્ર સન્માન સમિતિઓ દ્વારા નામાંકનની સમીક્ષા કરાય છે. આ પ્રક્રિયાની કેબિનેટ ઓફિસ દ્વારા દેખરેખ રાખવામાં આવે છે. સન્માન ખરીદવું અથવા વેચવું અથવા નિર્ણય લેનારાઓ અને સિવિલ સર્વન્ટ્સને પ્રભાવિત કરવા માટે નાણાં આપવા ગેરકાયદેસર છે, પરંતુ અરજીઓમાં મદદ કરવા સામે કોઈ કાયદો નથી.

LEAVE A REPLY

17 − twelve =