If my guests are good, I am a good host: Jaishankar
વિદેશ મંત્રી ડૉ એસ જયશંકરે શુક્રવારે ભારતમાં ગોવામાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) વિદેશ મંત્રીઓની બેઠક પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોનું સ્વાગત કર્યું. હતું. (ANI Photo)

પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારી પર ફરી પ્રહાર કરતાં વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે જો તેમના મહેમાન સારા હોય તો તેઓ સારા યજમાન છે. ગોવામાં તાજેતરમાં યોજાયેલી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં ભાગ લેવા માટે બિલાવટ ભુટ્ટો ભારત આવ્યા હતા.

મૈસુરમાં મોદી સરકારની વિદેશ નીતિ અંગેની બેઠકમાં એક પ્રશ્નનો જવાબ આપતાં જયશંકરે કહ્યું કે પાકિસ્તાનના વિદેશ મંત્રીને SCO વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપવા માટે આમંત્રણ અપાયું હતું. પરંતુ જો તમે SCO બેઠકની  બહારના તેમના જાહેર નિવેદનો જુઓ તો તેમણે માત્ર  G20, કાશ્મીર, BBC ડોક્યુમેન્ટરી; પરંતુ SCO વિશે કંઈ બોલ્યા નથી. હું યજમાન તરીકે શું કરું? જો મને સારા મહેમાન હોય, હું સારો યજમાન છું. પણ…

બિલાવલને ભારત આપવાનું આમંત્રણ આપવા પાછળનો તર્ક સમજાવતા તેમણે જણાવ્યું હતું કે અમે પાકિસ્તાની વિદેશ પ્રધાનને આમંત્રણ આપ્યું હતું,  કારણ કે SCO વિદેશ પ્રધાનોની બેઠક હતી. બહુપક્ષીય બેઠકોની વાત આવે છે, ત્યારે તમે લોકોને તે વિષય પર ચર્ચા કરવા માટે આમંત્રિત કરો છો. એસસીઓ સંબંધિત મુદ્દા પર અભિપ્રાય માટે તેમને (બિલાવલ ભુટ્ટો) પાકિસ્તાનના પ્રતિનિધિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. અમારી વચ્ચે મતભેદ હોઇ શકે છે, પરંતુ તેની  SCO મીટિંગ રૂમ ચર્ચા કરવી જોઇએ.

 

LEAVE A REPLY

four × 3 =