રાજસ્થાનમાં 28 જુલાઈએ મિગ 21 યુદ્ધવિમાન તૂટી પડ્યું ત્યારની ફાઇલ તસવીર . (ANI Photo)

ભારતીય એરફોર્સનું મિગ-21 ફાઈટર એરક્રાફ્ટ સોમવારે રાજસ્થાનના એક ગામમાં ઘર પર તૂટી પડતાં ત્રણ લોકોનાં મોત થયાં અને અન્ય ત્રણ ઘાયલ થયાં, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ યુદ્ધવિમાન હનુમાનગઢના બહલોલનગર ગામમાં ક્રેશ થયું હતું.

એરફોર્સના સૂરતગઢ સ્ટેશનથી આ વિમાને ઉડાન ભરી હતી. ઉડાન ભરતાની સાથે જ ટેકનીકલ ખામી સર્જાઈ હતી. પાયલટ વિમાનમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યાં હતાં. જો કે વિમાન હનુમાનગઢ વિસ્તારમાં એક મકાન પર જઈને તૂટી પડ્યું હતું. તેનાથી ત્રણ લોકોના મોત થયા હતા.દુર્ઘટનાની સૂચના મળતા જ એરફોર્સે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. હેલિકોપ્ટરથી બચાવ અને રાહત કર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઈજાગ્રસ્ત પાયલટને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જાન્યુઆરીમાં ટ્રેનિંગ કવાયત દરમિયાન આઇએએફના સુખોઇ સુ 30 અને મિરાજ 2000 યુદ્ધવિમાનો પણ ક્રેશ થયા હતા.

LEAVE A REPLY

eighteen − six =