ઇન્ટનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેના એક્ઝિક્યુટિવ બોર્ડે યુક્રેનને તેની જરૂરીયાતો પૂર્ણ કરવા માટે તાત્કાલિક મદદના ભાગરૂપે બુધવારે 1.4 બિલિયન ડોલરનું ભંડોળ મંજૂર કર્યું છે. ફંડના અધિકારીઓએ જણાવ્યું હતું કે, યુક્રેનના સત્તાધિશોએ IMF સાથેની વર્તમાન આર્થિક મદદની વ્યવસ્થા રદ કરી છે, પરંતુ જ્યારે અછતની પરિસ્થિતિઓ ઊભી થશે ત્યારે પુનર્વસન અને વૃદ્ધિ પર કેન્દ્રિત યોગ્ય આર્થિક કાર્યક્રમની બનાવવા માટે ફંડ સાથે કામ કરશે.
ફંડનાં મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ આ વર્ષે યુક્રેનમાં મંદીની આગાહી કરતા એક મીટિંગ પછીના નિવેદનમાં જણાવ્યું હતું કે, યુક્રેન પર રશિયાનો લશ્કરી હુમલો એક વિશાળ માનવતાવાદી અને આર્થિક સંકટ માટે જવાબદાર છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘આર્થિક જરૂરિયાતો મોટી, તાત્કાલિક છે અને યુદ્ધ ચાલુ રહેતા તે નોંધપાત્ર રીતે વધી શકે છે. એકવાર યુદ્ધ સમાપ્ત થઈ ગયા પછી, યુક્રેનને વધારાના ‘મોટા સમર્થન’ ની જરૂર પડવાની સંભાવના હતી.’
IMF એ જણાવ્યું હતું કે, 13 દિવસમાં દેશમાંથી 2 મિલિયનથી વધુ લોકોનું પલાયન અને મુખ્ય માળખાકીય સુવિધાઓના મોટાપાયે વિનાશને કારણે યુદ્ધથી ખૂબ જ ગંભીર પરિણામોમાં આવ્યા છે. રશિયાએ આ હુમલાને ‘ખાસ લશ્કરી કાર્યવાહી’ ગણાવી હતી.
IMFના રેપિડ ફાઇનાન્સિંગ ઇન્સ્ટ્રુમેન્ટ (RFI) હેઠળની આ સહાય, IMFમાં યુક્રેનના 50 ટકા હિસ્સાની સમકક્ષ, ટૂંકા ગાળામાં તાત્કાલિક ખર્ચની જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવામાં મદદ કરશે.