ભારતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના અમલ પછીથી છ વર્ષમાં સરકારે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)નો ખોટો દાવો કરવામાં આવ્યા હોય તેવા કૌભાંડના આશરે 5,070 કેસ શોધી કાઢ્યા છે. આવા કૌભાંડીઓએ જીએસટી રજિસ્ટ્રેશનમાં પાન નંબર અને આધાર કાર્ડની વિગતોનો પણ દુરુપયોગ કર્યો હતો. આથી અંદાજે 5000 કેસોમાં રૂ. 27,426 કરોડ જેટલી ટેક્સની ચોરી થઈ હતી, અને તેની સામે છેલ્લાં નવ વર્ષમાં માત્ર રૂ.922 કરોડ જ રીકવર કરી શકાયા છે. આ આંકડા 1 જુલાઈ, 2017 (GSTના અમલ) અને 30 જૂન, 2023 વચ્ચેના સમયગાળાના છે. જીએસટી રજિસ્ટ્રેશન દુરુપયોગના આવા કેસોમાં મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુ સૌથી વધુ નોંધાયા છે, આ રાજ્યોમાં અનુક્રમે 765, 713 અને 632 કેસ નોંધાયા હતા.

LEAVE A REPLY

3 + fifteen =