Income of Indians going abroad for jobs increases by 120%

નોકરી કે ધંધા માટે વિદેશ જતાં ભારતીયોની આવકમાં સરેરાશ 120 ટકાનો વધારો થાય છે. જોકેભારતીયોને અમેરિકામાં ચાન્સ મળી જાય તો આવક 500 ટકા સુધી વધે છે અને મિડલ ઈસ્ટના ધનિક દેશમાં કમાણી 300 ટકા સુધી વધી જાય છેએમ વર્લ્ડ ડેવલપમેન્ટ રીપોર્ટમાં જણાવાયું છે.

વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ પ્રમાણે ભારતની અંદર જ વ્યક્તિ માઈગ્રેશન કરીને બીજે જોબ શોધે તો તેની આવકમાં સરેરાશ 40 ટકા વધારો થાય છે. પરંતુ તે વિદેશ જવાનું જોખમ લે તો આવકમાં સરેરાશ 120 ટકા વધારો થાય છે. આ રિપોર્ટ પ્રમાણે ઓછી સ્કીલ ધરાવતા (લો-સ્કીલ) ભારતીયો અમેરિકામાં કામ શોધી શકે તો તેમને સૌથી વધુ ફાયદો થાય છે. ભારતની સરખામણીમાં તેઓ અમેરિકામાં 500 ટકા વધારે કમાણી કરી શકે છે. બીજા ક્રમે યુએઈ છે જ્યાં તેમની આવક 300 ટકા વધી શકે છે. પરંતુ જે લોકો ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC)ના દેશોમાંએટલે કે સાઉદી અરેબિયાબહેરિનઓમાનકતારકુવૈત જાય છે તેમને પ્રમાણમાં ઓછો ફાયદો થાય છે. આવા દેશોમાં આવકમાં લગભગ 120 ટકા ફાયદો મળે છે

જોકેમાઈગ્રેશન કરવું એ સરળ કામ નથી. તેના માટે એક કિંમત ચુકવવી પડે છે. ઉદાહરણ તરીકે ભારતીય કામદાર કતારમાં કામ કરવા જાય ત્યારે પહેલા બે મહિનાનો પગાર તો ઈમિગ્રેશનનો ખર્ચ કાઢવામાં જતો રહે છે. કુવૈત જનારા કામદારે તેના કરતા પણ વધારે મહેનત કરવી પડે છે. જ્યારે બાંગ્લાદેશી કામદાર કુવૈતમાં કામ કરવા જાય ત્યારે નવ મહિનાની કમાણી માત્ર ઇમિગ્રેશનનો ખર્ચ ભરપાઈ કરવામાં જતી રહે છે.

LEAVE A REPLY

five × 5 =