ભારત અને આફ્રિકી દેશો વચ્ચેનો વ્યાપાર ઘણો સંતુલિત છે. આફ્રિકામાં ટ્રેડ-એન્ડ સર્વિસીઝની નિકાસ 40 બિલિયન ડોલર જેટલી થાય છે, જ્યારે આયાત અંદાજે 49 બિલિયન ડોલર છે, તેમ ભારતના વેપાર અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે તાજેતરમાં એક કોન્કલેવમાં જણાવ્યું હતું.
તેમણે કહ્યું, સોલર-એનર્જી, ઈન્ફ્રાસ્ટ્રકચર, મીલીટરી કો-ઓપરેશન અને સ્ટાર્ટઅપ ઈકોનોમી જેવાં મહત્ત્વનાં ક્ષેત્રો છે કે, જેમાં ભારત આફ્રિકન દેશોનું મહત્ત્વનું ભાગીદાર બની શકે તેમ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે આફ્રિકન દેશો સાથે વ્યાપાર સતત ચાલુ રાખવા પ્રયત્ન કરતા જ રહીશું. પરસ્પરને સહાય કરતા રહીશું એ આર્થિક ઉત્કર્ષમાં ટેકો આપીશું.
ભારત આફ્રિકાના ઓછા વિકસેલા તેવા 27 દેશોને ‘ડયુટી-ફ્રી- ટેરિફ પ્રેફરન્સ લાભ આપી રહ્યું જ છે. હવે આપણા વ્યાપાર સંબંધો વધુ ઘનિષ્ઠ કરવાની જરૂર છે, વધુ મજબૂત કરવાની જરૂર છે. આ માટે બંનેએ વ્યાપારી-ભાગીદારી વધારવાની જરૂર પણ છે. આફ્રિકા ખંડ અને ભારત વચ્ચે ઝડપથી અને વિશાળ પાયે વ્યાપાર વધારવાની પણ જરૂર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આયાત, વિદેશ નીતિ તથા આર્થિક નીતિમાં આફ્રિકા હંમેશા મહત્ત્વનું સ્થાન રહ્યું છે.