India beat Bangladesh to take a 1-0 lead in the Test series
(ANI Photo)

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ચિત્તાગાંવ ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતનો પાંચમાં દિવસે રવિવાર, 18 ડિસેમ્બરે 188 રને ભવ્ય વિજય થયો હતો. આ સાથે જ ભારતે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. હવે સિરીઝની બીજી ટેસ્ટ મેચ 22 ડિસેમ્બરથી મીરપુરમાં રમાશે.

હવે સિરીઝની બીજી ટેસ્ટ મેચ 22 ડિસેમ્બરથી મીરપુરમાં રમાશે.ભારતે બાંગ્લાદેશને જીતવા માટે 513 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. બાંગ્લાદેશની ટીમ 324 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. પાંચમા દિવસે બાંગ્લાદેશના બેટ્સમેન એક કલાકની અંદર જ પેવેલિયન પાછા ફર્યા હતા. અક્ષર પટેલે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી જ્યારે પહેલી ઈનિંગ્સમાં 5 વિકેટ ઝડપનારા કુલદીપ યાદવે 3 વિકેટ લીધી હતી.

બાંગ્લાદેશના ઓપનર ઝાકિર હસને સદી ફટકારી હતી. શાકિબ અલ હસને 84 રનની ઇનિંગ રમી હતી, જ્યારે નજમુલ હુસૈને 67 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ માટે સ્પિનર ​​અક્ષર પટેલે શાનદાર બોલિંગ કરતા ચાર વિકેટ ઝડપી હતી. ઉમેશ યાદવ, અશ્વિન અને કુલદીપ યાદવે તેને સારો સાથ આપ્યો હતો. ભારત તરફથી શુભમન ગીલ અને ચેતેશ્વર પુજારાએ સદી ફટકારી હતી. ચેતેશ્વર પુજારાની ચાર વર્ષ બાદ સદી આવી હતી અને તેની ટેસ્ટ ક્રિકેટમાં 19મી સદી ફટકારી હતી જ્યારે શુભમન ગિલની ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ સદી હતી.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં કુલદીપે ભારતના પ્રથમ દાવમાં 40 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી અને આ ડાબોડી સ્પિનરે મેચની બાંગ્લાદેશની પ્રથમ ઈનીંગમાં 5 વિકેટ પોતાના નામે કરી લીધી હતી, જ્યારે બીજી ઈનીંગમાં 3 વિકેટ લીધી હતી.

ભારતે રમતના અંતિમ દિવસના એક કલાકમાં જ આ ટેસ્ટ મેચ જીતી લીધી હતી. બાંગ્લાદેશે છેલ્લાં દિવસે છ વિકેટે 272 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. ચિત્તાગોંગ ટેસ્ટમાં પાંચમા દિવસની રમતમાં મોહમ્મદ સિરાજે દિવસની પ્રથમ ઓવર ફેંકી હતી. ભારતને જીતવા માટે 4 વિકેટની જરૂર હતી.

LEAVE A REPLY

eighteen + 11 =