Pakistan's epicenter of terrorism: Jaishankar
વિદેશ મંત્રી એસ જયશંકર ગુરુવારે (ANI Photo)

ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં પાકિસ્તાનનું નામ લીધા વગર જણાવ્યું હતું કે “આતંકવાદનું કેન્દ્રબિંદુ” હજુ ખૂબ જ સક્રિય રહે છે અને તેની સામૂહિક પગલાં લેવાની જરૂરિયાત છે. આ પછી જયશંકે પત્રકારોને જણાવ્યું હતું કે વિશ્વ પાકિસ્તાનને આતંકવાદના કેન્દ્ર તરીકે જુએ છે. જયશંકરે 2011માં ઇસ્લામાબાદને અમેરિકાના નેતા હિલેરી ક્લિન્ટનનો સ્પષ્ટ સંદેશ યાદ કર્યો હતો કે તેમાં હિલેરી ક્લિન્ટન કહે છે કે સાપને ઘરમાં પાડનારા લોકોને જ સાપ આખરે ડંશ મારે છે.

બલૂચિસ્તાનના કસાઈઓ પાસેથી શું અપેક્ષા રાખી શકાયઃ મીનાક્ષી લેખી

પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો-ઝરદારી પર પ્રહાર કરતા ભારતના વિદેશ રાજ્ય પ્રધાન મીનાક્ષી લેખીએ કહ્યું કે પાકિસ્તાન પાસેથી આનાથી વધુ સારી કંઈ અપેક્ષા રાખી શકાય નહીં, કારણ કે આ તે વ્યક્તિઓ છે જેમણે બલૂચિસ્તાનમાં નરસંહાર કર્યો છે. સામાન્ય રીતે કોઈપણ રાષ્ટ્રના વિદેશ પ્રધાન આવી ભાષા બોલતા નથી, પરંતુ આ પાકિસ્તાન છે. તમે તેની પાસેથી શું અપેક્ષા રાખી શકો? આ એ લોકો છે જેમણે બલૂચિસ્તાનમાં કસાઈની જેમ હત્યાઓ કરી છે. આ એ લોકો છે જેમણે કાશ્મીરમાં લોકોની હત્યા કરી છે. આ લોકો પંજાબના કસાઈઓ છે, આ કરાચીના કસાઈઓ છે. અહીં ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વિદેશપ્રધાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતના કસાઈ ગણાવ્યા હતા.

LEAVE A REPLY

eight + 17 =