India beat Germany 3-1 in World Table Tennis
(Photo by ATTILA KISBENEDEK/AFP via Getty Images)

ચીનમાં રમાઈ રહેલી વર્લ્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ્સમાં ભારત ગયા સપ્તાહે વિશ્વની બીજા ક્રમની ટીમ, જર્મનીને 3-1થી હરાવી મેજર અપસેટ સર્જ્યો હતો. ભારતના ટોચના ખેલાડી જી. સાથિયાને પોતાની બન્ને સિંગલ્સ મેચમાં તેમજ ગુજરાતના માનવ ઠક્કરે પોતાની એક સિંગલ્સમાં વિજય સાથે તરખાટ મચાવ્યો હતો. 

આ અગાઉ, ભારતે તેની પ્રથમ મેચમાં 17મા ક્રમની ટીમ ઉઝબેકિસ્તાનને હરાવી હતી. ભારતની મહિલા ટીમ જો કે પહેલી મેચમાં વિજય પછી જર્મની સામેની બીજી મેચમાં હારી ગઈ હતી. 

LEAVE A REPLY

12 − 8 =