India beat South Africa by 7 wickets in the second ODI
. ભારત તરફથી શ્રેયસ અય્યરે સદી (અણનમ 113) ફટકારી હતી. (ANI Photo)

ભારતે રાંચીના જેએસસીએ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રવિવાર, 9 ઓક્ટોબરે રમાયેલી બીજી વન-ડેમાં દક્ષિણ આફ્રિકાને સાત વિકેટે પરાજય આપીને ત્રણ વન-ડેની સિરિઝને બરાબર કરી હતી. ભારત તરફથી શ્રેયસ અય્યરે સદી (અણનમ 113) અને ઈશાન કિશનને 93 રનની તોફાની ઇનિંગ્સના રમી હતી. રવિવારે રાત્રે ભારતની આ જીત સાથે શ્રેણી હવે 1-1થી બરાબર થઈ હતી. આ વન-ડે સિરિઝની ત્રીજી અને ફાઈનલ મેચ 11 ઓક્ટોબરે દિલ્હીમાં રમાશે.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા શ્રેણીની બીજી મેચમાં પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ નિર્ધારિત 50 ઓવરની રમતમાં 7 વિકેટ ગુમાવીને 278 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ભારતીય ટીમે 45.5 ઓવરમાં માત્ર ત્રણ વિકેટ ગુમાવીને 282 રન બનાવી જીત અપાવી હતી.

દક્ષિણ આફ્રિકાએ એડન મકરમ (79) અને રીઝા હેન્ડ્રિક્સ (74)ની અડધી સદી અને બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 129 રનની ભાગીદારીના આધારે 278 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. 50 રનની અંદર તેના બંને ઓપનર એટલે કે કેપ્ટન શિખર ધવન (13) અને શુભમન ગિલ (28) પેવેલિયન પરત ફર્યા હતા. જોકે પછીથી ઈશાન કિશન અને શ્રેયસ અય્યરે બાજી સંભાળી લીધી હતી. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 161 રનની પાર્ટનરશિપ કરી કરીને ભારતનો વિજય નિશ્ચિત કર્યો હતો.

ત્રણ મેચોની શ્રેણીની બીજી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને સાત વિકેટે હરાવી શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. દક્ષિણ આફ્રિકાની ટીમે શ્રેણીની પ્રથમ મેચ જીતી હતી. આ સાથે જ ભારતીય ટીમે હવે બીજી મેચમાં જોરદાર વાપસી કરી છે. તેથી સિરીઝની ત્રીજી મેચ નિર્ણાયક બની ગઈ છે અને આ મેચ જીતનારી ટીમ સિરીઝ પર કબજો કરી લેશે.

LEAVE A REPLY

18 − 12 =