ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ HRH પ્રિન્સ ફિલિપ, ડ્યુક ઓફ એડિનબર્ગના નિધન અંગે શોક વ્યક્ત કર્યો અને શાહી પરિવારને સાંત્વના પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ એક ટ્વીટમાં કહ્યું, ‘મારા વિચારો HRH પ્રિન્સ ફિલિપ, ડ્યુક ઓફ એડિનબર્ગના નિધન સમયે બ્રિટિશ લોકો અને શાહી પરિવાર સાથે છે. તેમની મિલિટરીમાં વિશિષ્ટ કારકિર્દી રહી હતી અને તેઓ સામુદાયિક સેવાના કદમો માટે અગ્રેસર રહ્યા હતા. તેમના આત્માને શાંતિ મળે.’