અમેરિકાની જંગી ટેરિફ વચ્ચે ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારામને બુધવાર, 4 સપ્ટેમ્બરે સ્થાનિક માંગને વેગ આપવા માટે સાબુથી લઈને નાની કાર સુધીની સેંકડો કન્ઝ્યુમર આઇટમના ટેક્સમાં ઘટાડાની જાહેરાત કરી હતી. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કાઉન્સિલે રોજિંદા વપરાશની વસ્તુઓ પરના કર ઘટાડવા અને તેના માળખાને સરળ બનાવવાની દરખાસ્તને મંજૂરી આપી હતી.
જટિલ ટેક્સ માળખા અને સંખ્યાબંધ સ્લેબને કારણે ટીકાનો ભોગ બનેલી રહેલા જીએસટીને સરળ બનાવવામાં આવ્યું છે. તેમાં હવે ચાર દરોને બદલે 5% અને 18%ના બે-દર જ રહેશે. સીતારામને જણાવ્યું હતું કે કાઉન્સિલે ટૂથપેસ્ટ અને શેમ્પૂ જેવી ગ્રાહક વસ્તુઓ પરના જીએસટી દરને 18%થી ઘટાડીને 5% તથા નાની કાર, એર કન્ડીશનર અને ટેલિવિઝન પરનો જીએસટી 28%થી ઘટાડીને 18% કરવાની મંજૂરી આપી છે.તમામ વ્યક્તિગત જીવન વીમા પોલિસી અને આરોગ્ય વીમા પરના GSTને નાબૂદ કરાયો છે.
૨૨ સપ્ટેમ્બર, નવરાત્રીના પહેલા દિવસથી લાગુ થનારા આ ટેક્સકાપને કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારોને ૪૮૦ અબજ ભારતીય રૂપિયા (૫.૪૯ અબજ ડોલર)નું નુકસાન થવાનો અંદાજ છે.ફેબ્રુઆરીમાં જાહેર કરાયેલા વ્યક્તિગત કરવેરામાં ઘટાડા સાથે, GST ઘટાડાથી દક્ષિણ એશિયાઈ રાષ્ટ્રમાં વપરાશમાં વધારો થવાની ધારણા છે. ભારતના અર્થતંત્રે જૂન ક્વાર્ટરમાં 7.8 ટકાની ઊંચી વૃદ્ધિ નોંધાવી હતી.
કાઉન્સિલે સિગારેટ, 1,500 ક્યુબિક સેન્ટિમીટરથી વધુ એન્જિન ક્ષમતા ધરાવતી કાર અને કાર્બોનેટેડ પીણાં જેવા “સુપર લક્ઝરી” અને “સીન” પ્રોડક્ટ્સ પરના જીએસટીને વધારીને 40 ટકા કરવાની મંજૂરી આપી છે.
આ પગલાથી હિન્દુસ્તાન યુનિલિવર અને ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ જેવી ઝડપથી આગળ વધતી કન્ઝ્યુમર ગૂડ્સ કંપનીઓ કંપનીઓ તથા સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ, એલજી ઇલેક્ટ્રોનિક્સ અને સોની જેવી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓના વેચાણમાં વધારો થવાની અપેક્ષા છે. મારુતિ, ટોયોટા મોટર અને સુઝુકી મોટર જેવા ઓટોમેકર્સ મોટા વિજેતા બનવાની અપેક્ષા છે. ભારતમાં વધુ આત્મનિર્ભરતા માટેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પગલને ટેક્સમાં ઘટાડાની જાહેરાત કરાઈ હતી.
