(Photo by SANJAY KANOJIA/AFP via Getty Images)

ભારતના જીડીપીમાં ચાલુ નાણાકીય વર્ષમાં 9.6 ટકાનો તીવ્ર ઘટાડો થવાનો અંદાજ છે. રાષ્ટ્રીય લોકડાઉન તથા કોરોના વાઇરસને કારણે લોકો અને કંપનીઓની આવકમાં ઘટાડાને કારણે દેશના અર્થતંત્રને નુકસાન થશે, દેશની આર્થિક સ્થિતિ અગાઉ ક્યારેય ન હતી તેટલી ખરાબ છે, એમ વર્લ્ડ બેન્કે જણાવ્યું છે.

વર્લ્ડ બેન્કે જણાવ્યું હતું કે કોરોના વાઇરસના ફેલાવા અને તેને અંકુશમાં લેવાના પગલાંથી ભારતમાં માગ અને પુરવઠાની સ્થિતિ ખોરવાઈ ગઈ છે. જોકે વર્લ્ડ બેન્કના રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે 2021માં આર્થિક વૃદ્ધિ દરમાં વધારો થઈ શકે છે અને 4.5 ટકા રહી શકે છે. વિશ્વ બેંકે કહ્યું કે વસ્તીમાં વધારા પ્રમાણે જોઇએ તો પ્રતિ વ્યક્તિ આવક 2019ના અનુમાનથી 6 ટકા નીચે રહી શકે છે. આનાથી સંકેત મળે છે કે 2021માં આર્થિક વૃદ્ધિ દર ભલે સકારાત્મક થઈ જાય, પરંતુ તેનાથી ચાલું નાણાકીય વર્ષમાં થયેલા નુકસાનની ભરપાઈ ના થઈ શકે.